ફરહાના શોમાં કેટલાયે સ્ટાર જોવા મળશે

વેબ દુનિયા|

પર 23 ઓગસ્ટથી રાત્રે નવ વાગ્યે 'તેરે મેરે બીચ' નામનો શો શરૂ થવા જઈ રહ્યો છે, જેને અને મૈ હુ ના જેવી ફિલ્મો બનાવનારી ફરહા ખાન સંચાલિત કરવાની છે. આ શોની અંદર કેટલાયે ટોપ સ્ટાર્સને જોઈ શકાશે.

ફરહા ખાનના આ શોની અંદર કલાકારો પોતાના મનની વાતને કહેશે. અમુક એવા રહસ્યો પણ ખોલશે જેને ઘણાં ઓછા લોકો જાણે છે. આ શોની અંદર સલમાન ખાન સ્વીકારશે કે તેઓ માઁના લાડલા છે, પ્રિયંકા ચોપડા જણાવશે કે કેવી રીતે તેણે મુંબઈમાં સંઘર્ષ કર્યો, ક્રિકેટ ખેલાડી યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ પોતાના દિલની વાત કહેશે.

ફરહા ખાન આ શો વિશે જણાંવતાં કહે છે કે, 'એવી ધારણા છે કે સ્ટાર્સ અલગ દુનિયામાં રહે છે, પરંતુ આ શો દ્વારા લોકોને સ્પષ્ટ કરવામાં આવશે કે તેમની વાર્તા અને સ્ટાર્સની વાર્તા એક જેવી જ છે. તેઓ પણ સામાન્ય માણસની જેમ તેમની જ દુનિયામાં રહે છે. '
સાત અઠવાડિયા સુધી ચાલનાર આ શોની 14 કડીઓ પ્રસારિત કરવામાં આવશે. આને દરેક શનિવારે અને રવિવારે રાત્રે નવ વાગ્યે જોઈ શકશો.


આ પણ વાંચો :