બડે અચ્છે લગતે હૈ..માંથી પિહૂ કરશે 'બાય-બાય'

P.R

નવી પિહૂ હવે 12 ઓગસ્ટના રોજ પ્રસારિત થનારા એપિસોડમાં જોવા મળશે, જેની વય 16 વર્ષની રહેશે. રામ અને પિયા તેને લાડ લડાવતા જોવા મળશે.

વેબ દુનિયા|
બડે અચ્છે લગતે હૈ. સીરિયલની પિહૂ ઘર ઘરમાં લોકપ્રિય છે. તેના પ્રશંસકો માટે એક દુ:ખદ સમાચાર છે કે પિહૂ હ્વે આ શો ને બાય બાય કરી રહી છે. આ સીરિયલની સ્ટોરીને હવે નવ વર્ષ આગળ બતાવાશે અને હવે મોટી વયની પિહૂને બતાવવામાં આવશે. તેથી અમૃતા મુખર્જી જે અત્યાર સુધી પિહૂનો રોલ ભજવી રહી હતી, હવે આ શો મા જોવા નહી મળે. રામ અને પ્રિયાની પુત્રી પિહુએ પોતાનો છેલ્લો શોટ આપી પણ દીધો છે.
આ સીરિયલમાં કેટલાક અને ટર્ન આવશે, પણ આ વાતનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે રામ અને પ્રિયાની લવ સ્ટોરીએ દર્શકોનુ સતત મનોરંજન કર્યુ છે. ખાસ વાત એ છે કે નવી પિહૂને પણ દર્શકો એટલો જ પ્રેમ કરશે જેટલો વર્તમાન પિહૂને કરે છે.


આ પણ વાંચો :