બાલિકા વધૂ : કોણ બનશે આનંદી ?

P.R

વેબ દુનિયા|
લોકપ્રિય સીરિયલ 'બાલિકા વધૂ'ની વાર્તાને પાંચ વર્ષ આગળ વધારવામાં આવી રહી છે. આ કારણે આનંદી બનેલ અંવિકા ગૌરની જગ્યાએ નવી અભિનેત્રી લેવામાં આવશે. ત્રણ અભિનેત્રીઓને પસંદ કરવામાં આવી છે, જેમાંથી એક બનશે આનંદી.

પ્રત્યુક્ષા બેનર્જી

જમશેદપુરની રહેનારી પ્રત્યુશા 19 વર્ષની છે અને પાંચ વર્ષ પહેલા જ મુંબઈ આવી. તેણે ક્યારેય વિચાર્યુ પણ નહોતુ કે તે આનંદી બનવાની દાવેદાર બનશે. ક્લાસિકલ ડાંસર અને બાસ્કેટબોલ પ્લેયર પ્રત્યુશા કહે છે કે 'નાનકડી છોકરી આનંદી દરેક પરિવારના સભ્ય જેવી છે. મારી દાદી તેની બહુ મોટી પ્રશંસક છે. આનંદી બનવાની તક મને મળે તેનાથી વધુ સારુ મારે માટે શુ હોઈ શકે.'


આ પણ વાંચો :