બિગ બોસના ઘરમાં ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલી હસ્તીઓ

વેબ દુનિયા| Last Modified સોમવાર, 1 ઑક્ટોબર 2012 (16:29 IST)

P.R
ટેલિવિઝન ચેનલ કલર્સ પર દર્શાવાતા લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ શરૂ થવાની ઘડીઓ ગણાઇ રહી છે અને આ વખતે બિગ બોસના ઘરમાં ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલી કઇ હસ્તીઓ હશે તે જાણવા માટે સૌકોઇ ઉત્સુક છે. ઘરમાં પ્રવેશનારા મહેમાનોની એક યાદી અમારા હાથ લાગી છે, જેને જોતાં આ સિઝન ખૂબ રોમાંચભરી રહેશે તેમ જણાઇ રહ્યું છે.

શોના હોસ્ટ સલમાન ખાને થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, આ વખતે બિગ બોસ આખા પરિવાર સાથે બેસીને જોઇ શકાય તેવું હશે. પણ અત્યાર સુધીમાં જે નામો બહાર આવ્યાં છે, તે જોતાં સલમાનનો આ દાવો ખોટો પડી રહ્યો હોય તેમ જણાઇ રહ્યું છે.

આ યાદી મુજબ, દર્શકો આ સિઝનમાં બિગ બોસના ઘરમાં મોડલમાંથી અભિનેત્રી બનેલી સયાલી ભગત, મેચ ફિક્સિંગની આરોપી નુપૂર મહેતા, સ્વામી નિત્યાનંદ, આમીર ખાનનો ભાઇ ફૈઝલ ખાન, પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ, એન્કર જય ભાનુશાલીને જોઇ શકશે. આ ઉપરાંત શોમાં અગાઉની સીઝનની જેમ એક વિદેશી મહેમાન પણ આવશે, અને આ વખતે આ વિદેશી હસ્તી બીજું કોઇ નહીં પણ હોલિવુડ ટીવીની મશહૂર અભિનેત્રી કીમ કરદાશિયા હશે.
બિગ બોસની ૬ઠ્ઠી સિઝનનું પ્રસારણ પ્રાઇમ ટાઇમમાં કરવામાં આવશે, જેથી તેને વધુમાં વધુ દર્શકો મળી શકે.


આ પણ વાંચો :