બિગ બોસમાં પૂજાના શરીર પર લવ બાઈટ્સ કોણે આપ્યા ?

વેબ દુનિયા|

P.R
'બિગ બોસ'ના ઘરમાં પૂજા મિશ્રા એક દિવસે સવારે ઉઠી તો તેને પોતાના શરીર પર લવ બાઈટ્સના નિશાન જોવા મળ્યા. આ ખુલાસો પૂજાએ બિગ બોસમાં ફરીથી પ્રવેશ કર્યા પછી કર્યો. તેણે આ વાતનો જવાબ પ્રોડક્શન ટીમ પાસે માંગ્યો પણ કોઈ કંઈ બોલવા તૈયાર જ ના થયું.

એન્ડ્ર્યૂ સાયમન્ડ્સની ટ્રાન્સલેટર તરીકે બિગ બોસમાં ફરીથી પ્રવેશ કરનારી અને તેની સાથે જ બહાર આવી જનાર પૂજાએ તુરંત જ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ ખુલાસો કર્યો હતો.

પૂજાએ જણાવ્યુ હતું કે સવારે ઉઠતાની સાથે તેને પોતાના બોડી પર દેખાયા તો તેના હોશ ઉડી ગયા હતાં. દવાને કારણે તે રાત્રે બેહોશની ઊંઘમાં હતી. આ કારણે તેને ખબર નથી કે તેના બોડી પર લવ બાઈટ્સ કોણે આપ્યા. પૂજાના કહેવા અનુસાર, "રાત્રે હોશમાં ન હોવાને કારણે હું જાણી નહોતી શકી કે આ હરકત કોણે કરી. હું ઘણી નર્વસ હતી. આખો દિવસ હું વિચારતી રહી કે આ હરકત કોણે કરી હશે."
"પછી મને લાગ્યું કે અમર તો પરણેલો છે અને સિદ્ધાર્થ બાળક છે, પણ આ કામ એટલે કે આકાશદીપ સહેગલનું જ હોઈ શકે." પૂજાએ તો એમ પણ કહ્યુ કે તે અન્ય પણ ઘણા ખુલાસો કરશે, એટલે સુધી સલમાન ખાનનો પર્દાફાશ કરશે


આ પણ વાંચો :