બિગ બોસ જંગ : પૂજા મિશ્રા વર્સેસ સન્ની લિયોન

વેબ દુનિયા|
P.R
એન્ટ્રિ દ્વારા ફરીથી ઘરમાં પ્રવેશ કરનાર 'વાઈલ્ડ' પૂજા મિશ્રા કંઈક નવા જ ગેમ પ્લાન સાથે આવી છે. પૂજાને સન્ની લિઓનની અસલીયત ખબર છે, જ્યારે સન્ની વિવાદાસ્પદ શોમાં પોતાની ઓળખ છુપી રાખી રહી છે.

પૂજાએ સન્નીને પોતાની અસલી ઓળખ ઘરના અન્ય સભ્યો સામે જાહેર કરી દેવા માટે કહ્યુ. તેણે સન્નીને કહ્યું કે જો તે ઘરના અન્ય સભ્યો સમક્ષ પોતાની અસલી ઓળખ જાહેર નહીં કરે તો બહાર ગયા પછી આ સભ્યો ચોંકી જશે.
પૂજાની વાત સાંભળીને સન્ની ગભરાઈ તો નહોતી તેમ છતાં તેણે પૂજાને પોતાની અસલી ઓળખ અન્ય સભ્યોને ન જણાવવા માટે કહ્યુ હતું.

હવે, કરોડ રૂપિયાનો સવાલ એ છે કે શું પૂજા મિશ્રા સન્નીની અસલી ઓળખ છુપાવી રાખશે? અને હા, તો કેટલા દિવસ સુધી?


આ પણ વાંચો :