બિગ બોસ : ત્રીજા દિવસે સંગામ સિંહે લૂછ્યા ગોહરના આંસૂ

વેબ દુનિયા|
P.R

બિગ બોસના ઘરમાં રહેલા સેલિબ્રિટીનો અસલી રંગ હવે સામે આવવા લાગ્યો છે. શો ના ત્રીજા દિવસે ઘરના એક અઠવાડિયાની સામગ્રી અને જમવાને લઈને ગૌહર અને અરમાને ખૂબ નાટક કર્યુ .. નાટક એટલુ વધ્યુ કે ગૌહર રડી પડી. જ્યારે ગૌહર રડી રહી હતી તો સંગ્રામ તેના આંસૂ લૂછવા આવી ગયો.
ડ્રામાથી ભરપૂર 'બિવ બોસ 7'માં ઘરવાળાઓ વચ્ચે દરાર પડવી શરૂ થઈ ગઈ છે. જહન્નુમવાસીઓએ આખી રાત ચક્ર ચલાવ્યા બાદ જ્યારે ભરપૂર ભોજન ન મળ્યુ તો ભડક્યા. ગુસ્સામાં તેમના હાથમાંથી દાળ પણ ઢોળાય ગઈ. બીજી બાજુ જન્નતવાસી જહન્નુમવાસીઓને ઘરના એક અઠવાડિયાની સામગ્રી વિશે સમજાવવા આવ્યા તો અરમાન અને ગૌહર વચ્ચે ઝડપ થઈ.
P.R

હજુ આ નાટક ખતમ થાય એ પહેલા બિગ બોસનુ નવુ ફરમાન આવી ગયુ,જેમા જન્નતવાસીને પૂરો સમય ઉભા રહેવાનુ ટાસ્ક મળ્યુ અને કહેવામાં આવ્યુ કે જો તેમને બેસવુ કે સૂવુ હોય તો તેમણે જહન્નુમવાસીઓને ચક્ર ફેરવવા માટે કહેવુ પડશે.
પછી અરમાન સાથે વાત કરવા પહોંચી અને ત્યાં પોતાના જ મિત્રો માટે બોલી કે તેઓ અંદર કંઈક બીજુ કહે ચ હે અને બહાર આવીને કંઈક બીજુ. બસ પછી તો શુ હતુ.. અનીતા અડવાણી અને તનીષાએ આવીને વિરોધ કર્યો અને ત્યાંથી નીકળી ગયા. પણ ગૌહરે પોતાનુ નાટક ચાલુ રાખ્યુ અને અરમાન સાથે વાદ વિવાદ કર્યો અને રડી પડી.
બીજી બાજુ ગોહરને રડતી જોઈ પહેલવાન સંગ્રામને દુ:ખ થયુ અને તે તેમના આંસુ લૂંછવા પહોંચ્યા. ત્યારબાદ તનીષા, એંડી અને શિલ્પા ગૌહરની નીંદા કરતી જોવા મળી.


આ પણ વાંચો :