બિગ બોસ સલમાનની જગ્યાએ કોણ હોસ્ટ કરશે ? શાહરૂખ-અજય કે રણવીર કપૂર ?

Last Modified સોમવાર, 14 જુલાઈ 2014 (13:09 IST)

એકવાર ફરીથી કલર્સના સૌથી વિવાદિત પણ લોકપ્રિય શો બિગ બોસને કરવાને લઈને એવુ કહેવાય રહ્યુ છે કે સલમાન ખાને ચેનલવાળાને સ્પષ્ટ
કહી દીધુ છે કે તેઓ આ વખતે શો ને હોસ્ટ નહી કરે તેથી હવે ચેનલવાળા સલમાન ખાનના વિકલ્પની શોઘમાં લાગી ગઈ છે.

સાંભળવા મલ્યુ છે કે આ રેસમાં શાહરૂખ ખાન રણબીર કપૂર અને અજય દેવગનના નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યા શાહરૂખ-રણબીર બોલીવુડ દબંગ સલમાન ખાનના રાઈવલ છે તો બીજી બાજુ અજય દેવગન સલમાનના ખૂબ ક્લોઝ ફ્રેંડ છે. તેથી ચેનલવાળાનો પુરો પ્રત્યન છે કે આ ત્રણેયમાંથી જ કોઈ એકને ફાઈનલ કરવામાં આવે.

જ્યા શાહરૂખ ખાન સલમાનના પ્રોફેશનલી રાઈવલ છે તો બીજી બાજુ રણબીર કપૂર કદાચ પર્સનલ પ્રતિદ્વંદી છે. તેથી ચેનલવાળા વિચારી રહ્યા છે કે આ બંનેમાંથી કોઈ એકને ફાઈનલ કરવાથી શો ને ફાયદો થશે.
હાલ કોઈનુ નામ ફાઈનલ થયુ નથી. પણ સલમાન ખાનની તરફથી શાહરૂખ ખાનનુ નામ પ્રમોટ કરવાથી આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.
એ વુ પણ સાંભળવા મળ્યુ છે કે ચેનલવાળા આ પ્રક્રિયામાં અમિતાભ, અર્જુન કપૂર, રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે પણ વાતચીત કરી શકે છે.


આ પણ વાંચો :