'બિગ બોસ' સિઝન 6માં કામણગારી કિમ કાર્ડિશિયનને લાવવાનો પ્રયાસ !!

P.R


કાસ્ટિંગ એજન્ટ અનુસાર કિમે 4.5 કરોડની અધધ રકમની માંગ કરી છે.

જો તમને યાદ હોય તો 'બિગ બોસ'ની સિઝન 4માં 'બે વોચ' બ્યૂટી પામેલા એન્ડરસનને પણ બે દિવસ માટે બિગ બોસના ઘરમાં બોલાવવામાં આવી હતી. શોની છેલ્લી સિઝનમાં ઈન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓને પણ ભાગ લીધો હતો.

એજન્ટ્સ કહે છે કે પછી આ વખતે પણ તેના જેવી જ અન્ય કોઈ હોટ સેલિબ્રિટીને શોમાં લાવવાનું કામ મુશ્કેલ છે. શોના પ્રોડ્યુસર્સ કોઈ સુપર સેક્સી સેલિબ્રિટીને લાવવા માંગે છે. અને આ માટે કોર્ડિનેટર્સ સઘળા પ્રયાસો કરી રહ્યા છે. એન્ડેમોલ ઈન્ડિયાના સીઈઓ દિપક ધારે કહ્યુ હતું કે, "અમે માટે ઘણા ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝનો સંપર્ક કર્યો છે પણ અત્યારે હું કોઈના નામ નહીં આપી શકું."
P.R

વેબ દુનિયા|
'બિગ બોસ' માટેનું કાસ્ટિંગ શરૂ થઈ ગયું છે અને જો કાસ્ટિંગ એજન્ટની વાતનો વિશ્વાસ કરીએ તો આ વખતે અમેરિકન ટીવી રિઆલિટી સ્ટાર, મોડલ અને એક્ટ્રેસ કિમ કાર્ડિશિયનને બધા રિઆલિટી શોના બાપ એવા 'બિગ બોસ'માં બોલાવવાની વાત ચાલી રહી છે.
અને જો કિમ સાથે આ ડિલ થઈ જાય તો વિચારો કે બિગ બોસના કિચનમાં કેવો ડ્રામાં જોવા મળશે. તેણે હાલમાં જ પોતાના રિઆલિટી શો દરમિયાન ભારતીય ભોજનને 'ડિસગસ્ટિંગ' ગણાવ્યુ હતું. અલબત્ત, તેની આ ટિપ્પણીને કારણે તેને ઘણા લોકોની ટિકાનો સામનો કરવો પડ્યો હતો અને પાછળથી તેણે આ વિશે માફી માંગવાની ફરજ પડી હતી.


આ પણ વાંચો :