બિગ બોસ 6 : બિગ બોસના અવાજ પાછળ કોણ ?

વેબ દુનિયા|
P.R
બિગ બોસની છઠ્ઠી સીઝન પ્રસારિત થઈ રહી છે. બિગ બોસના દરેક સીઝનમાં દર્શકોમાં ઉત્સુકતા ઉભી કરે છે. બિગ બોસ શો ના શરૂ થવાની સાથે જ જે વસ્તુથી દર્શકોને સૌથી વધુ પ્રેમ થયો હોય તો તે છે બિગ બોસનો અવાજ.

બિગ બોસના ઘરની મેહમાન બનેલ વીણા મલિકે તો બિગ બોસના અવાજ સાથે પ્રેમ જ કરી બેસી હતી, પણ આજ સુધી કોઈ નથી જાણી શક્યુ કે છેવટે બિગ બોસના રૂપમાં બોલનારો એ અવાજની પાછળ છે કોણ. ભારે અવાજ એક અનોખો રૂઆબ બતાવે છે. બિગ બોસ ભલે દેખાતો ન હોય, પણ બિગ બોસની અવાજ હંમેશા ઘરના લોકોને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે.
અમે તમને બતાવી રહ્યા છે કે બિગ બોસ છે કોણ. એ છે 40 વર્ષના મુંબઈના રહેનારા વોઈસ ઓવર આર્ટિસ્ટ અતુલ કપૂર. અતુલ પહેલા એક રેડિયો ચેનલ માટે કામ કરતા હતા અને ત્યાંથી જ બિગ બોસના આયોજકોએ અતુલ કપૂરને પસંદ કરી લીધા.

બિગ બોસની સીઝન દરમિયાન ઘરના સભ્યોની જેમ અત ઉલને પણ મુંબઈથી દૂર એક રૂમમાં મુકવામાં આવે છે. ન તો તેઓ પોતાના મિત્રો સાથે વાત કરી શકે છે કે ન તો પોતાની ફેમિલી સાથે. અહીં સુધી કે તેમની લોકેશન પણ ગુપ્ત રાખવામાં આવે છે. આ કામ માટે અતુલને મોટી રકમ પણ ચુકવવામાં આવે છે.


આ પણ વાંચો :