બુધવાર, 22 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

મહિલાઓના પક્ષમાં મઝહર સૈયદ

મઝહર સૈયદ
કહી કિસી રોજ, સાત ફેરે અને કહાની ઘર-ઘર કી જેવી ધારવાહિકોમાં કામ કરી ચુકેલ મઝહર સૈયદ છોકરીઓની શિક્ષા અને મહિલાઓના સશક્તિકરણ પર વિશ્વાસ ધરાવે છે. તેમનું માનવું છે કે આજના યુગમાં મહિલાઓ શક્તિનો સ્તંભ છે અન સમાજમાં તેમનો ખાસ મોભો હોવો જોઈએ.

મઝહર એવા માણસોમાં નથી આવતાં જેઓ માત્ર મોટી મોટી વાતો જ કરે છે, પરંતુ તેઓ આ દિશા તરફ કંઈક કરે પણ છે. 'અહસાસ ફાઉંડેશન' નામની સંસ્થા સાથે મઝહર જોડાયેલ છે. આ સંસ્થા તે ગરીબ છોકરીઓની શિક્ષા પર ધ્યાન આપે છે જેમની પાસે શિક્ષા માટેના પર્યાપ્ત સાધન નથી.

મઝહર પોતાનો થોડોક સમય આ સંસ્થાને આપે છે અને તેમણે ત્રણ છોકરીઓની જવાબદારી પણ લઈ રાખેલી છે. મઝહરનું કહેવું છે કે વધારેમાં વધારે લોકોએ આ દિશા તરફ કામ કરવું જોઈએ.