'મુસ્લિમ સ્ત્રીથી આવા કપડાં ન પહેરાય' કહીને ગોહર ખાનને પડી થપ્પડ

Last Updated: સોમવાર, 1 ડિસેમ્બર 2014 (11:50 IST)

મોડેલ અભિનેત્રી ગોરેગામ ઉપનગરમાં આવેલા ફિલ્મસિટીમાં 'ઈંડિયાઝ રો સ્ટાર' નામના એક રિયાલિટી શો નું સંચાલન કરી રહી હતી. ત્યારે દર્શકોમાં બેઠેલા એક જણે તેને થપ્પડ મારી હતી. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. 
 
 
આરે કોલોની પોલીસ સ્ટેશને જણાવ્યુ કે દર્શકગણમાં બેઠેલા એક જણે ગોહર ખાન પર હુમલો કર્યો હતો  અને તેને ધમકી પણ આપી હતી કે તેણે ગોહરને કહ્યુ હતુ કે તે એક મુસ્લિમ સ્ત્રી છે તો આવા ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ. 
 
આરોપીને મોહમ્મદ અકિલ મલિક તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે 24 વર્ષનો ક હ્હે. તેણે શો ના બ્રેક વખતે ગોહરને થપ્પડ મારી હતી. અને તેણે સ્પર્શ પણ કર્યો હતો. પરંતુ ત્યા હાજર રહેલા સુરક્ષા ગાર્ડ્સે તરત જ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. 
 
પોલીસ મલિક સામે આઈપીસીની કલમ 323 (કોઈને ઈજા પહોંચાડવા) 354(સ્ત્રીનો વિનયભંગ કરવાના ઈરાદા સાથે તેની પર ક્રિમિનલ  રીતે બળનો પ્રયોગ કરવો અને હુમલો કરવો)અને 506 (ક્રિમિનલ ધમકી આપવી) કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. તેને  પોલીસ મંગળવારે કોર્ટમાં હાજર રહેશે. 


આ પણ વાંચો :