યુવરાજનો સ્વયંવર

વેબ દુનિયા|

N.D
'રાખી કા સ્વયંવર' પછી 'રાહુલ દુલ્હનિયા લે જાયેગે' કાર્યક્રમ લોકોએ ખૂબ પસંદ કર્યો. ટીઆરપીમાં જોરદાર ઉછાળો આવ્યો અને લોકોને એ વાતમાં રસ રહ્યો કે કોને જીવનસાથી કોણ બની રહ્યુ છે. હવે આ કાર્યક્રમ માટે નવા ચહેરાની શોધ કરવામાં આવી રહી છે અને ક્રિકેટ ખેલાડી યુવરાજ સિંહના નામની ચર્ચા છે.

સૂત્રોનુ કહેવુ છે કે ત્રીજા સ્વયંવરમાં કોઈ ક્રિકેટરને ઉતારી શકાય છે અને યુવરાજ સિંહથી સારુ કોણ હોઈ શકે. કિમ શર્માથી લઈને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓ સાથે તેમનુ નામ જોડાયુ અને છોકરીઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે.

તાજેતરમાં યુવી સાથે વાતચીત ચાલી રહી છે. તેમને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો યુવી સ્વયંવરના મેદાનમાં ઉતરવા તૈયાર થશે તો જૂન કે જુલાઈમાં 'યુવી કા સ્વયંવર' જોવા મળશે. જો કે યુવી પાસેથી હા કહેડાવવી ખૂબ જ મુશ્કેલ છે. યુવી ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની અને શ્રીસંથના નામ પર પણ વિચાર થઈ રહ્યો છે.


આ પણ વાંચો :