રાખીને વર શોધવા માટે મદદ કરીશ:રામ કપૂર

IFM
જય વાલિયાની ભૂમિકાથી નાના પડદા પર પ્રસિદ્ધ થયેલ રામ કપૂર એનડીટીવી ઈમેજીને પર શરૂ થઈ રહેલ 'રાખી કા સ્વયંવર' માં હોસ્ટ છે. રામ કપૂર આ શોની અંદર માત્ર હોસ્ટની જ કામગીરી નહિ કરે પરંતુ તે રાખીને મદદ પણ કરશે. રામને અનુસાર રાખીને યોગ્ય વર શોધવામાં પણ મદદ કરશે. આ આખો શો રાખીનો છે, તેથી તેઓ માત્ર સહાયકની જ ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમને અનુસાર શોની અંદર ભાગ લઈ રહેલ મોટા ભાગના પ્રતિભાગીઓ રાખીની સાથે લગ્ન કરવા માટે ગંભીર જણાઈ રહ્યાં છે. અમે તે વાતનું પણ સંપુર્ણ ધ્યાન રાખ્યું છે કે કોઈ પણ પ્રતિભાગી રાખીને પોતાના કેરિયરને આગળ વધારવા માટેની સીડી ન સમજે.

વેબ દુનિયા|
રામે જણાવ્યું કે જ્યારથી રાખીએ સ્વયંવરની વાત કરી છે ત્યારથી અત્યાર સુધી રાખીની અંદર પણ ઘણાં બધા બદલાવ જોવા મળ્યાં છે. રાખીએ પોતાના જીવનની શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેથી જો તે હવે રાજકુમારીની જેમ વર શોધી રહી હોય તો તેમાં ખોટું શું છે? રામ કપૂર આવનારા થોડાક જ દિવસોમાં નવી ધારાવાહિક સિવાય ફિલ્મોમા પણ ઝળકશે.


આ પણ વાંચો :