રાખીનો સ્વયંવર કે છેતરપિંડી... ?

N.D
એનડીટીવી પર ચાલી રહેલ રાખીનો એક-બે અઠવાડિયની સારી ટીઆરપી મેળવ્યા પછી હવે પાછળ ધકેલાઈ રહ્યો છે. ટીવી પર પણ સ્ટાર વેલ્યૂ કમ કરે છે. રાખીની સ્ટાર વેલ્યૂ અને કાર્યક્રમના અનોખાપનને કારણે લોકોએ ખૂબ રસપૂર્વક આને જોવાનુ શરૂ કર્યુ હતુ. પરંતુ હવે ચોખ્ખુ દેખાય છે કે રાખી ઈમાનદાર નથી. કાર્યક્રમ પણ બેઈમાનીથી ભરેલો છે. આટલો લાંબો તો પૌરાણિક સમયનો પણ કોઈ સ્વયંવર નહી ચાલ્યો હોય. કાર્યક્રમની મોટી ખામિયોમાંથી કે એ કે આમા કોઈ સ્પષ્ટ કાયદો કે નિયમ નથી. રાખી કોની સાથે લગ્ન કરશે અને જેની સાથે કરશે એની જ સાથે કેમ કરશે, તેનો કોઈ સ્પષ્ટ ફોર્મૂલા નક્કી નથી કર્યો. બસ શો ને ખેંચવામાં આવી રહ્યો છે.

જો રાખીની પસંદ જ સ્વયંવરનો આધાર છે, તો પછી સ્વયંવર જેવી કોઈ વાત છે ક્યા ? આ રીતે તો દરેક લવ મેરેજ સ્વયંવર છે, પરંતુ દરેક મેરેજ સ્વયંવર છે. ઘણા લગ્નના માંગા આવે છે અને છોકરી કોઈ એકને પસંદ કરીને હા પાડી દે છે. લવ મેરેજમાં પણ આ જ થાય છે. ઘણા છોકરાઓ પ્રેમ નિવેદન કરે છે, છોકરી કોઈ એકને પસંદ કરે છે, પછી તેને પારખે છે અને યોગ્ય લાગતા લગ્ન કરી લે છે.

સ્વયંવરની મજા તો એ છે કે ફલાનુ કામ જો કરી દેશો તો લગ્ન કરી લઈશ. જેમ કે ધનુષ તોડવુ, માછલીના આંખમાં તીર મારવુ. જો આ રીતની કોઈ આઈટમ કાર્યક્રમમાં જોડાયેલી નથી તો લગ્નને સ્વયંવર કેવી રીતે કહી શકાય છે. આ તો રાખી એક એક કરીને બધા ઉમેદવારોને ભગાડતી જઈ રહી છે. તેમા નવાઈ શુ છે ?

બ્રેકમાં તો જાહેરાત હોય જ છે, કાર્યક્રમને પણ જાહેરાતનુ એક માધ્યમ બનાવી લીધુ છે. રૂમમા મુકેલ વોટર પ્યુરીફાયરથી લઈને જ્વેલરી અને કપડા સુધીનો છુપો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ક્યારેક ટીવીના કલાકાર આવીને કોઈ ગેમ રમી રહ્યા છે તો ક્યારેક ફેશન ડિઝાઈનર આવીને ઉમેદવારોને સજાવી રહ્યા છે. આ બધા પર રાખીની ઓવર એક્ટિંગ અને તેમની ચિપનેસ... મિડલ ક્લાસ જ નથી એકદમ થર્ડક્લાસ.. પાછો એ પણ વિશ્વાસ નહી કે કોઈ એક સાથે રાખી લગ્ન કરી જ લે.

નઇ દુનિયા|
N.D
માની લો કે રાખી ફરી જાય તો દર્શક્કો ક્યા કેસ લડશે ? આ અને આવા અનેક બીજા કારણોસર રાખીનો શો બોરિંગ થઈ રહ્યો છે. કોઈને શુ ફર્ક પડે છે કે રાખી કોની સાથે લગ્ન કરશે ? કરે પણ છે કે આવો જ ટાઈમપાસ કરી રહી છે ? હા, જો સાચુકલો સ્વયંવર હોય અને ઈમાનદારીપૂર્વક નિર્ણય થવાનો હોય તો જોઈએ. અહી તો છેતરપિંડી જ દેખાઈ રહી છે, જેને દર્શકો દરેક રાત્રે સહી રહ્યા છે.


આ પણ વાંચો :