રેખા કોમેડી નાઈટસમાં આવશે

Last Modified સોમવાર, 6 ઑક્ટોબર 2014 (15:57 IST)
બોલીવુડમાં ઉમરાવ જાન તરીકે જાણીતી અભિનેત્રી રેખા ફિલ્મ એવોર્ડસમાં નજરે પડતી હોય છે.રેખા ફિલ્મ એવાર્ડમાં
તો નજરે પડતી હોય છે પરંતુ લગભગ બે દાયકા બાદ હવે તે ફિલ્મ એવોર્ડસમાં નજરે પડશે.ભારતીય ટેલીવિજનમાં
સૌથી
લોકપ્રિય કોમેડી શો કોમેડી નાઈટસ વિથ કપિલ દેખાશે. છેલ્લે તેણીને ટોક શો રોન્દેવ વિથ સિમી ગરેવાલમાં
જોવા મળી હતી.

કોમેડી નાઈટસ વિથ કપિલમાં તે પોતાની આગામી ફિલ્મનો પ્રચાર પણ કરશે કાર્યક્રમ સાથે સંકળાયેલા સૂત્રોમાં
જણાવ્યા મુજબ કપિલ શર્મા માટે કાર્યક્રમનો આ એપિસોડ ખાસ છે. રેખાને એક દિવસ પોતાના શોમાં જોવાનું
કપિલનું સપનું હતું . રેખાવાળા એપિસોડને સુપરહિટ બનાવવા માટે કપિલ
હાલમાં ડબલ મેહનત કરી રહ્યો છે.

આ એપિસોડ માટે કપિલ દ્વ્રારા પોતાની ક્રિએટિવ ટીમને શાનદાર સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું છે.સ્ક્રીપટને અત્યાર સુધીમાં તે ત્રણ ચાર વખત બદલી ચૂકયો છે.

કપિલના આ એપિસોડમાં રેખાની કેટલીક ફિલ્મોની સુખદ પળો પણ સમાવી લેવામાં આવશે. કપિલ રેખા સાથેના આ એપિસોડનું શૂંટિગ સોમવારના રોજ કરશે.


આ પણ વાંચો :