'સત્યમેવ જયતે'ના છઠ્ઠા એપિસોડમાં આમિરે વિકલાંગો માટે અવાજ ઉઠાવ્યો

P.R

સત્યમેવ જયતે'ના છઠ્ઠા એપિસોડમાં આમિર ખાને ભારતીય સમાજમાં રહેલા વિકલાંગ લોકો વિશે વાત કરી હતી. પહેલા પાંચ એપિસોડ દરમિયાન દર્શકોની લાગણીઓને હચમચાવવામાં સફળ રહેલા આમિરે આ વખતે વિકલાંગોની વિકલાંગતાને વધારે બનાવતા અવિકસિત અને ભેદભાવ વાળા પાયારૂપ માળાખાની ચર્ચા કરી હતી.

ઘણા પ્રેરણા આપતા વિકલાંગ લોકો સાથે વાતચીત કરીને અને વીડિયો દ્વારા આ એપિસોડમાં શારીરિક વિકલાંગતા હોવા છતાં પણ વિશે વાત કરવામાં આવી હતી.

સામાન્ય રીતે આપણો સમાજ શારીરિક કે વિકલાંગ લોકોને સમાજના મેઈનસ્ટ્રિમ વિભાગોમાં ભાગ્યે જ સ્વીકાર કરે છે. મોટાભાગના માતા-પિતા એવું નથી ઈચ્છતા કે તેમના સામાન્ય બાળકો આવા વિકલાંગ બાળકો સાથે ભણે..તેમને ડર રહે છે કે આ વાતનો તેમના બાળકો પર નકારાત્મક અસર પડી શકે છે. આ કારણે મોટાભાગની સામાન્ય શાળાઓ પણ વિકલાંગ બાળકોને એડમિશન નથી આપતી.

શોમાં એક અંધ વ્યક્તિ અને એક વિકલાંગ વ્યક્તિના જીવનની પ્રેરણારૂપ વાર્તાઓ રજૂ કરવામાં આવી હતી...જેમણે સાબિત કર્યુ છે કે તેઓ પણ સમાજના છે અને ગર્વભેર જીવન જીવે છે.

દર્શકો સમક્ષ 'અમર જ્યોત' નામની એક શાળાનો પણ દાખલો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં બધા જ પ્રકારના બાળકોને આવકાર આપવામાં આવે છે અને તેમની સાથે એકસમાન વ્યવહાર કરવામાં આવે છે.

આ એકસમાન વ્યવહાર ત્યારે જ શક્ય બનશે જ્યારે સરકાર યોગ્ય પગલાં લે અને આ વિકલાંગ લોકોને પણ સમાજના અન્ય સામાન્ય લોકોની જેમ જ ગણે.

ભારતમાં 6 કરોડ લોકો વિકલાંગ છે અને તેમની સૌથી પહેલી જરૂરિયાત છે તેમના માટે વિકલાંગો માટે પાયાની જરૂરિયાત સમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર...જેના પરિણાણે વિકલાંગ લોકો કોઈ પણ જાહેર જગ્યાએ અને વાહનોમાં સરળતાથી પ્રવેશ કરી શકે.

શો દરમિયાન કંપનીઓને પણ વિનંતી કરવામાં આવી હતી કે તેઓ વિકલાંગ સ્ત્રી અને પુરુષોને પણ પોતાની કંપનીમાં નોકરી આપે જેથી તેઓ પણ દેશના અર્થતંત્રમાં ફાળો આપી શકે.

અમદાવાદના રહેવાસી એવા કેપ્ટન બ્રારે એક એવી કંપનીની સ્થાપના કરી છે જેમાં 270 કર્માચારીઓ વિકલાંગ છે. કેપ્ટનના કહેવા પ્રમાણે તેમની કંપની ઘણું સારુ કામ કરી રહી છે અને તેનો સંપૂર્ણ શ્રેય તેમણે પોતાના નિષ્ઠાવાન અને મહેનતું કર્માચારીઓને આપ્યો છે.

વેબ દુનિયા|
'
એપિસોડના અંતમાં આમિરે ઈન્ક્લુઝિવ શૈક્ષણિક સંસ્થાનોની જરૂરિયાત વિશે વાત કરી હતી, જેમાં વિકલાંગ બાળકોને પણ સામાન્ય બાળકોની સાથે જ શિક્ષણ આપી શકાય તેવા ખાસ તાલીમ પામેલા શિક્ષકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચ હોય. જેથી વિકલાંગ બાળકનો પણ સામાન્ય ઉછેર થઈ શકે.


આ પણ વાંચો :