સ્ટાર પ્લસના બંને શો સફળ

વેબ દુનિયા|

P.R
પાછલાં દિવસોમાં પર બે કાર્યક્રમોની એક સાથે શરૂઆત થઈ હતી. ફરહા ખાનનો ચેટ શો 'તેરે મેરે બીચ મે' અને ફિક્શન શો 'બા બહુ ઔર બેબી'. 'તેરે મેરે બીચ મે' ની અંદર ફરહા ટોપ સેલીબ્રિટીઝ સાથે વાતચીત કરે છે અને આ સેલીબ્રિટીઝના કેટલાયે અજાણ્યા પાસાઓને દર્શકોની સામે લાવે છે.

બીજી બાજુ 'બા બહુ ઔર બેબી' ભારતીય ટેલિવિઝન ઈતિહાસનો એકમાત્ર એવો ફિક્શન શો છે જેની બીજી સીઝન શરૂ થઈ છે.

આ બંને કાર્યક્રમોએ દર્શકોના દિલ જીતી લીધા છે અને સ્ટાર પ્લસ ચેનલને અન્ય ચેનલોની સરખામણીમાં આગળ લાવી દિધી છે. આંકડાઓ પણ આ તરફ ઈશારો કરે છે. 23 થી 29 ઓગસ્ટવાળા અઠવાડિયાની જ વાત કરવામાં આવે તો ચેનલે 300 જેટલી જીઆરપી માર્ક મેળવ્યાં છે અને હિંદી જીઈસીના 10 ટોપ સ્થાનમાંથી 6માં સફળતા મેળવી છે.
P.R
'તેરે મેરે બીચ મે' ની શરૂઆત જોરદાર રહી. બે જ એપિસોડનો સરેરાશ 2.8 ટીવીઆર રહ્યો હતો. આ આંકડા સુધી અત્યાર સુધીનો કોઈ પણ ચેટ શો નથી પહોચી શક્યો. શનિવાર અને રવિવારે રાત્રે નવથી દસ વાગ્યા સુધીના સમયગાળમાં આ કાર્યક્રમે ચેનલને 126 ટકાની વૃદ્ધિ આપી.
આ જ રીતે 'બા બહુ ઔર બેબી'એ શનિવારે અને રવિવારે રાત્રે આઠથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન ચેનલને 186 ટકાની વૃદ્ધિ આપી છે. આ રીતે આ શ્રેણીમાં સ્ટાર પ્લસ અન્ય ચેનલો કરતાં આગળ નીકળીને પહેલા સ્થાને પહોચી ગઈ છે.


આ પણ વાંચો :