હે મા માતાજી- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવી રહ્યા , દયાભાભીના મમ્મી

મુંબઈ| Last Modified બુધવાર, 19 નવેમ્બર 2014 (14:22 IST)
સોની સબ ટેલીવિઝન લોકપ્રિય ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશમામાં હાસ્યનો ઉમેરો કરવા માટે વધુ એક સભ્ય જોડાઈ રહ્યું છે. સૂત્રોનુસાર જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીઆરપી વેલ્યુ ઘટી રહી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે આ પાત્ર કોણ ભજવી રહ્યું છે તેની માહિતી હજુ સુધી મળી નથી . આ વાતથી જેઠાલાલના ઘરમાં દયાભાભીની ખુશીનો પાર નહી રહે. કારણકે તેમને હવે ફોન પર મમ્મી સાથે વાત કરવાની જરૂર નહી પડે . તો બીજી તરફ જ્જેઠાલાલની નારાજગી જોવાની રહેશે. કારણકે દયાભાભીની મમ્મી જમઈ જેઠાલાલના રોજ રોજ નામ પાડવામાં માહેર છે.

તરક મેહતાની ટીમ કોઈ પણ નવા મહેમાનની મહેમાનગતિ કરવામાં પહેલેથી જ પ્રખ્યાત છે. ત્યારે આ તો સોસાયટીના જ ફેમીલી મેમ્બર હોવાથી તેમની મહેમાનગતિ કરવામાં પાછળ પડે તેમ નથી.

આ પણ વાંચો :