શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2022 (12:20 IST)

જાણીતી અભિનેત્રીનો અકસ્માત, કારને ઢસડીને લઈ ગયો ટ્રક, અભિનેત્રી આધાતમા !

hetal yadav
ટીવીની જાણીતી અભિનેત્રી હેતલ યાદવનો અકસ્માત થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે તે શૂટિંગથી ઘરે પરત ફરી રહી હતી એ દરમિયાન હેતલની કારને એક ટ્રકે ટક્કર મારી દીધી. જ્યારબાદ અભિનેત્રી આધાતમાં જતી રહી હતી.  હેતલ યાદવે જણાવ્યુ કે તે રવિવારે લગભગ 8.45 વાગે પૈક કરીને ફિલ્મ સિટીમાંથી નીકળી હતી. જેવી અભિનેત્રી જેવીએલઆર હાઈવે પર પહોંચી ત્યા એક ટ્રકે તેની કારને પાછળથી ટક્કર મારી દીધી હતી. 
 
આ દુર્ઘટનામાં તેમની કાર ફ્લાઈઓવરના કિનારે પહોંચી ગઈ હતી અને હાઈવેથી નીચે પડવાની હતી. પણ તેણે જેમ તેમ કરીને હિમંત બતાવી અને કારને રોકી અને તરત પોતાના પુત્રને કૉલ કરી પોલીસને સૂચના આપવા માટે કહ્યુ. સમાચાર મુજબ આ ઘટના બાદ અભિનેત્રી આધાતમા જતી રહી હતી. રાહતની વાત એ છે કે દુઘટનાથી અભિનેત્રીને કોઈ નુકશાન થયુ નથી કે ન તો એ ઘાયલ થયા છે. તેમણે આ માટે ઈશ્વર નો આભાર પણ માન્યો. અભિનેત્રીએ કહ્યુ - ઈશ્વરનો આભાર કે મને વાગ્યુ નથી પણ તેને આધાત લાગ્યો હતો. 
 
 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યું
હેતલ યાદવ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. અભિનેત્રી 'ઇમલી'માં શિવાની રાણાનું પાત્ર ભજવી રહી છે. હેતલે લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'જ્વાલા'નું પાત્ર પણ ભજવ્યું છે. હેતલ યાદવે ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે પોતાના કરિયરની  શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં તે અભિનય ક્ષેત્રમાં ગઈ.