સલમાન ખાનને ગુસ્સો આવ્યો અને તેઓ બિગ બોસ શો ને અધવચ્ચે છોડીને નીકળી ગયા

Last Modified સોમવાર, 15 ડિસેમ્બર 2014 (14:40 IST)
ટીવી રિયાલિટી શો 8માં એવુ તે શુ થયુ કે બોલીવુડ અભિનેતા શો અધવચ્ચે જ છોડીને જતા રહ્યા. દર અઠવાડિયે વીકેંડ વોર માં સલમાન આવે છે અને ઘરના હરીફો સાથે મજાક કરે છે. તો આ અઠવાડિયે પણ આવુ જ કંઈક થયુ. સલમન ઘરના લોકો સાથે ટાસ્ક રમી. રમતા રમતા કરિશ્મા રડવા લાગી અને સલમાન ગુસ્સે થઈને શો છોડીને જતા રહ્યા.


ઉલ્લેખનીય છે કે ટાસ્ક દરમિયાન પ્રતિભાગિયોઓને સંબંધિત સવાલ પર સૌ એ હા કે ના માં જવાબ આપવાનો હતો. જે માટે તેમને રેડ અને ગ્રીન કલરનુ એક પ્લેબોર્ડ આપવામાં આવ્યુ હતુ. આ દરામિયાન સલમાને પુછ્યુ કે શુ પ્રીતમ હવે પુનીતની છત્રછાયામાંથી નીકળીને કોઈ બીજાની છત્રછાયામાં જતા રહ્યા છે. તેના પર કેટલાકે હા માં જવાબ આપ્યો અને કેટલાકે ના કહ્યુ. બીજી બાજુ જ્યારે ડિપીં ને હા માં જવાબ આપવાનુ કારણ પુછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ.. હા તે પુનીતની છત્રછાયામાંથી નીકળીને કરીશ્મા તન્નાની છત્રછાયામાં જતી રહી છે. આ સાંભળીને બધા હસવા લાગ્યા.

ત્યારબાદ ફરી સવાલ પુછવામાં આવ્યો કે શુ પ્રીતમ પોતાની વાત કહેતા ગભરાય છે તો કરિશ્માએ કહ્યુ હા. ત્યારબાદ ઘરવાલાઓએ બંનેની મિત્રતા વિશે મજાક કરવી શરૂ કરી. બીજી બાજુ સલમાન ખાને પણ મજાકિયા અંદાજમાં કેટલીક વાતો કહી જેને સાંભળીને ઘરના લોકો હસવા લાગ્યા જે કરિશ્માને ન ગમ્યુ અને તેણે કહ્યુ. ઈટ્સ નોટ ફની. પહેલા તો સલમાને ઈગ્નોર કર્યુ પણ પછી કરિશ્મા રડવા લાગી.
સૌ કરિશ્માને ચૂપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ તેણે કહ્યુ કે આજે મારો દિવસ જ ખરાબ છે. અને મારો મૂડ પણ નથી. આટલુ સાંભળી સલમાનને ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યુ કે મારુ અને તમારુ કામ છે લોકોનુ મનોરંજન કરવાનુ. તમને રડવુ હોય તો રડી લો. એટલુ કહીને સલમાન સ્ટેજ છોડીને જતા રહ્યા. સલમાને અહી સુધી કહી દીધુ કે જ્યારે તમારો મુડ ઠીક થશે ત્યારે મને બોલાવજો હુ આવી જઈશ.

થોડીવાર પછી સલમાન પરત આવ્યા અને તેમણે કહ્યુ કે આ શો કોઈના મૂડથી નથી ચાલતો. કરિશ્માએ અનેકવાર સલમાન પાસે માફી માંગી. અને કહ્યુ કે હુ જે પણ કંઈ કહી રહી હતી તે ઘરના લોકોના હંસવા વિશે બોલી રહી હતી. તમારે માટે નહી.. આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે સલમાન ખાનને કોઈ પ્રતિભાગી પર આટલો ગુસ્સો આવ્યો હોય.


આ પણ વાંચો :