43 વર્ષની થઈ સાક્ષી... આજે પણ જીવનસાથીની શોધમાં...

મુંબઈ.| Last Modified મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (15:39 IST)

આજે 43 વર્ષની થઈ ચુકી છે. તેમનો જન્મ અલવર રાજસ્થાનમાં 12 જાન્યુઆરી 1973માં થયો હતો. તેમના પિતાજી રાજેન્દ્ર સિંહ તોમર રિટાયર્ડ સીબીઆઈ ઓફિસર છે. ટેલીવિઝનની પોપુલર અભિનેત્રી સાક્ષીએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.
ટૂંક સમયમાં તે આમિર ખાન અભિનેત ફિલ્મ 'દંગલ' માં પણ જોવા મળશે.

એંકરિંગથી કરી શરૂઆત...

પોતાના કેરિયરની શરૂઆત સાક્ષી તંવરે દૂરદર્શનના એક સોંગ બેસ્ડ શો અલબેલા સુર મેલા દ્વારા કરી હતી. આ માટે તેણે ઑડિશન પણ આપ્યુ હતુ.

'પાર્વતી' બનીને પોપુલર થઈ

સાક્ષી તંવરે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1996માં ટીવી શો 'દસ્તૂર' દ્વારા કરી હતી. પણ તેને અસલી પૉપુલૈરિટી એકતા કપૂરની સીરિયલ કહાની ઘર ઘર કી દ્વારા મળી. આ શો માં તેમણે પાર્વતીનો રોલ ભજવ્યો હતો.

ત્યારબાદ તેમણે દેવી, બાલિકા વધૂ અને ક્રાઈમ પેટ્રોલ જેવા શોઝમાં પણ કામ કર્યુ. વર્ષ 2011માં સીરિયલ બડે અચ્છે લગતે હૈ.. દ્વારા તેમણે ટીવી પર સક્સેસફુલ કમબેક કર્યુ. પ્રિયા કપૂરના પાત્રમાં લોકોએ તેમને ખૂબ પસંદ કર્યા.

ફિલ્મોમાં પણ એક્ટિંગ

પોતના 20 વર્ષની કેરિયરમાં સાક્ષીએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમા કોફી હાઉસ, બાવરા મન, સલૂન અને કહી દૂર ના નામનો સમાવેશ છે. જો કે સની દેઓલ અભિનીત મોહલ્લા અસ્સી હજુ સુધી રજુ થઈ નથી.

43 વર્ષની થઈ ચુકેલી સાક્ષી આજે પણ સિંગલ છે. જો કે અનેકવાર તેના લિંકઅપ્સ અને લગ્નના સમાચાર પણ આવ્યા પણ પછી તે માત્ર અફવા સાબિત થયા.
બેસ્ટ ઓફ લક સાક્ષી.. હેપી બર્થડે.


આ પણ વાંચો :