1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શનિવાર, 21 મે 2016 (15:40 IST)

એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં ગયો પ્રત્યૂષાનો જીવ

પ્રત્યૂષા બેનર્જીની જે દિવસે મોત થયુ એ દિવસે એક એપ્રિલ હતુ અને આ દિવસને એપ્રિલ ફૂલ દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.  શક્ય છે કે પ્રત્યૂષા પોતાના પ્રેમી રાહુલ રાજને એપ્રિલ ફૂલ બનાવવાની કોશિશ કરી રહી હોય અને દુર્ઘટનામાં તેનો જીવ જતો રહ્યો હોય. વાત વિચારવા જેવી છે. 
 
પોલીસ સામે આ વાત જૈજ નામની અભિનેત્રી અને પ્રત્યૂષાની મિત્રએ બતાવી છે. એક ઈંટરવ્યુમાં જૈજે જણાવ્યુ કે પ્રત્યૂષાના મોતના દિવસે તે સવાર સુધી પ્રત્યૂષા સાથે હતી. તેના મુજબ પ્રત્યૂષા ખૂબ જ મજબૂત યુવતી હતી અને આત્મહત્યા કરવા  વિશે વિચારી પણ શકતી નથી.  તે પોતાની થનારા લગ્નને લઈને ખુબ ખુશ હતી. 
 
જૈજના મુજબ તે એક એપ્રિલની સવારે સાત વાગ્યા સુધી પ્રત્યૂષા સાથે હતી. આ દરમિયાન તેમણે વાતો કરી. ડાંસ કર્યો અને સંગીત સાંભળ્યુ. ત્યારબાદ જૈજ પોતાના ઘરે જતી રહી અને પ્રત્યૂષા સાથે મજેદાર સમય વિતાવવા માટે તેણે પ્રત્યૂષાને મેસેજ પણ મોકલ્યો. શક્ય છે કે તે રાહુલ સાથે મજાક કરી રહી હોય અને દુર્ઘટનાવશ તેનો જીવ જતો રહ્યો હોય. 
 
જૈજના મુજબ તે રાહુલ માટે સરપ્રાઈઝ યોજના પણ બનાવી રહી હતી. જો તે નાખુશ હોત તો મરતા પહેલા કોઈ સૂસાઈડ નોટ છોડી હોત.