રાજ્યસભામાં ટીવી શો બિગબોસ પર પ્રતિબંધ લગાવવાની માંગ

નવી દિલ્હી| Last Modified મંગળવાર, 9 ડિસેમ્બર 2014 (17:13 IST)

રાજ્યસભામાં આજે મંગળવારે સાંસદોએ બોલીવુડ સ્ટાર સલમાન ખન દ્વારા હોસ્ટ કરવામાંઅ આવતા રિયાલિટી ટીવી શો બિગ બોસના કંટેટને લઈને સરકાર પર જોરદાર હુમલો બોલાવ્યો. રાજ્યસભા સાંસદોએ કહ્યુ કે બિગ બોસનો કંટેટ ખૂબ જ ખરાબ છે.
આટલો ખરાબ કંટેટ આવવા છતા પણ સરકારે અત્યાર સુધી આ કાર્યક્રમ વિરુદ્ધ કોઈ પગલા લીધા નથી.

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ વિશંભર પ્રસાદ નિષાદે કહ્યુ કે બિગ બોસ જેવા કાર્યક્રમનો કંટેક ખૂબ જ ખરાબ છે.
આમ છતા તેના પર રોક લાગી નથી. સરકાર પાસે શુ આવા કંટેટની તપાસ માટે કોઈ સંસ્થા નથી. આવા કાર્યક્રમ પર રોક લાગવી જોઈએ. આરપીઆઈ સાંસદે આરપીઆઈ રામદાસ આઠવલે એ પણ બિગ બોસના કંટેટ પર આંગળી ચિંધી.

કોંગ્રેસના સાંસદ કર્ણ સિંહ સમાજવાદી પાર્ટીના સાંસદ વિશંભર પ્રસાદ નિષાદ અને આરપીઆઈ પાર્ટીના સાંસદ રામદાસ આઠવલેએ રાજ્યસભામાં સરકાર તરફથી બિગ બોસ જેવા કાર્યક્રમ વિરુદ્ધ શુ કાર્યવાહી કરી છે તેનો જવાબ માંગ્યો.આ પણ વાંચો :