રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 2 નવેમ્બર 2020 (22:44 IST)

'સાથ નિભાના સાથિયા 2' ને રૂપલ પટેલે કહ્યુ અલવિદા, અભિનેત્રીએ બતાવ્યુ કારણ

ટીવીના પોપ્યુલર શો 'સાથ નિભાના સાથિયા 2'ની બીજી સીઝન શરૂ થઈને પણ એક મહિનાનો સમય નથી થયો કે કોકિલાબેન તેમાંથી વિદાય લઈ રહ્યા છે. ખરેખર, થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે રૂપલ પટેલ આ શોમાંથી બહાર નીકળી રહી છે. તેમનો રોલ  નવેમ્બરના મધ્યમાં સમાપ્ત થશે. હવે આ સમાચારની ચોખવટ કરતાં અભિનેત્રી રૂપલ પટેલે પોતે જ કહ્યું છે કે તેમનો રોલ સિરીયલમાં સમાપ્ત થઈ રહ્યો છે. તેમને બીજા સીઝનમાં માત્ર એક મહિના માટે સાઈન કરવામાં આવ્યો હતો. મેં મારા પ્રેક્ષકોને કારણે સાથ નિભાના સાથિયા -2 શોમાં સાસુના પાત્રને હા પાડી હતી. મને આ પાત્ર માટે પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ‘
 
રૂપલે આગળ વાત કરતાં કહ્યું કે, “મેં હંમેશાં મજબૂત પાત્રો ભજવ્યાં છે અને જેનો શ્રેય મારા વ્યક્તિત્વને જાય છે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ મારા વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને મને આ પ્રકારની ભૂમિકાઓ મળતી રહેશે. અત્યારે મારી પાસે કોઈ સીરિયલમાં ભૂમિકા નથી પરંતુ મને આશા છે કે હું જલ્દી જ ટીવી સ્ક્રીન પર પાછી ફરીશ.