'ભાભીજી ઘર પર હૈ...' માં હવે આ અભિનેત્રી બનશે 'અંગુરી ભાભી'

Last Modified શુક્રવાર, 8 એપ્રિલ 2016 (13:09 IST)
 
અંગૂરી ભાભીના રોલને લઈને આવી રહેલ બધા નામોમાંથી એક નામ ઉભરીને આવી ગયુ છે. એ સ્પષ્ટ થઈ ચુક્યુ છે કે અંગુરી ભાભીનો રોલ કેવી રીતે મળી ગયો. શીતલ ખંડાલ જે બાલિકા વધૂમાં ગહનાની ભૂમિકામાં જોવા મળી હતી.  હવે લોકપ્રિય કાર્યક્રમ ભાભીજી ઘર પર હૈ માં શિલ્પા શિંદે દ્વારા કરવામાં આવેલ અંગૂરી ભાભીનો રોલ કરશે. 
bhabhiji
આ પહેલા રશ્મિ દેસાઈ અને સુચેતા ખન્નાનુ નામ પણ આ રોલ માટે સામે આવ્યા હતા. પરંતુ હવે સમાચાર મુજબ શીતલ ખાંડાલ આ રોલ માટે પસંદ કરવામાં આવી છે.  તે શો માટે મૉક શૂટ પણ કરી ચુકી છે. 
 
ઉલ્લેખનીય છે કે શિલ્પા શિંદેએ શો ને થોડાક વિવાદને કારણે કર્યો છે.  તેમણે નિર્માતાઓ પર માનસિક પરેશાની આપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેમની હેલ્થ પણ એક મુદ્દો હતો. નિર્માતાઓએ પણ તેમના પર કરાર  તોડવાનો આરોપ મુકીને નોટિસ મોકલાવી હતી. 
 
છેવટે મામલો ઉકેલાયો અને શિલ્પા શિંદેએ થોડાક એપિસોડનું શૂટિંગ પુર્ણ કર્યુ. એવુ કહેવાય રહ્યુ છે કે શિલ્પાએ કપિલ શર્માના નવા શો માં ભાગ લેવા માટે ભાભીજી ઘર પર હૈ માંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. કપિલનો શો જલ્દી શરૂ થવાની આશા છે.  શિલ્પા શિંદે છેલ્લી વાર ભાભીજીના રોલમાં 30 એપ્રિલના રોજ જોવા મળશે.  


આ પણ વાંચો :