16 વર્ષ પછી બીજીવાર માતા બની શ્વેતા તિવારી, પુત્રી પછી આપ્યો પુત્રને જન્મ

shweta tiwari
મુંબઈ.| Last Updated: શનિવાર, 3 ડિસેમ્બર 2016 (16:45 IST)
કસોટી જીદગી કી ની પ્રેરણા ઉર્ફ શ્વેતા તિવારી ફરી મા બની છે. ગઈ 27 નવેમ્બરના રોજ તેણે મુંબઈના સૂર્યા કેયર હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો.
ઉલ્લેખનીય છે કે શ્વેતાએ ત્રણ વર્ષ ડેટિંગ કર્યા પછી 2013માં એક્ટર અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા. અભિનવ અને શ્વેતાની પ્રથમ સંતાન છે.
તેને લઈને અભિનવે કહ્યુ, 'અમે ખૂબ ખુશ છીએ અને બધાની શુભકામનાઓ માટે આભાર માનુ છુ. 27 નવેમ્બરના રોજ પુત્રનો જન્મ થયો છે અને તે હેલ્ધી છે. શનિવારે અમે શ્વેતા અને પુત્રને ઘરે લઈ જઈશુ.
હજુ સુધી અમે પુત્રના નામ વિશે વિચાર્યુ નથી.'

પહેલા જ એક 16 વર્ષની પુત્રી છે શ્વેતા

21 વર્ષની વયમાં તે પહેલીવાર મા બની હતી. પહેલા પતિ રાજા ચૌધરી દ્વારા શ્વેતાને એક 16 વર્ષની પુત્રી છે.
જેનુ નામ પલક છે. વર્ષ 2007માં શ્વેતાએ રાજા સાથે પોતાના 9 વર્ષના લગ્નજીવનનો અંત કર્યો.

અંતિમવાર તે બેગુસરાયમાં જોવા મળી હતી

શ્વેતાને ટીવી પર સીરિયલ કસોટી જીંદગી કી માં પ્રેરણાનો રોલ માટે યાદ કરવામાં આવે છે.આમ તો તેણે નાગિન, સજન રે ઝૂઠ મત બોલો, પરવરિશ અને બાલવીર જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ છે. શ્વેતાને અંતિમવાર બેગુસરાયમાં જોવાઈ હતી.


આગળ જુઓ શ્વેતાની પ્રથમ 16 વર્ષની પુત્રી પલકના ફોટા


આ પણ વાંચો :