ગુજરાતનો ફૈઝાન કુરેશી સોની ટીવી પર ચમકશે, ફૈઝાનએ ટોપ ૩૦માં પોતાનુ સ્થાન મેળવ્યું

faizan kuraishi
Last Modified બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (12:31 IST)

હાલમાં ટેલીવિઝનમાં રીયાલિટી શો વધુ પ્રસારિત થવા માંડ્યાં છે. એક તરફ સિગિગ માટે &ટીવી પર પ્રસારીત થવા વોઈસ કિડ્સની ટીઆરપી હાલમાં જબરદસ્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે જેમાં રાજ્યના ત્રણ બાળકો સિલેક્ટ થઈ ગયાં છે તો બીજી બાજુ ડાન્સના એક શોમાં પણ રાજ્યનો એક બાળક સિલેક્ટ થઈ ગયો છે. ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે રહેતા ફૈઝાન કુરેશીએ માત્ર ૧૩ વર્ષની ઉંમરે
સોની ટીવી પર આગામી દિવસમાં આવનારા સુપર ડાન્સ શોમાં ઓડિશન આપનાર છે. ઉમલ્લામાં રહેતો ફૈઝાન હુશેનભાઇ કૂરેશી હાલ માત્ર ૧૩ વર્ષ નો છે. જે સરકારી શાળામાં
ધોરણ ૬ માં અભ્યાસ કરે છે. ભણવા સાથે તેણે ડાન્સને પણ લક્ષમાં રાખી રાજપારડી ખાતે આવેલ ‘ધી એસ કૃ ડાન્સ એકેડેમી’ માં ડાન્સ શીખવાનું શરુ કર્યું. અથાગ મહેનતથી તે ડાન્સમાં ધીરે ધીરે એટલો બધો પારંગત થઈ ગયો
કે રાજય કક્ષાની ડાન્સ સ્પર્ધામાં વિજેતા થયો છે. સોની ટીવી પર આવનારા 'સુપર ડાન્સર' શો માં પ્રથમ અમદાવાદ અને બાદમાં મુંબઇ એમ બે ઓડિશન માં તેણે પોતાની સાથેનાં અને દેશ નાં અલગ અલગ ખૂણે થી આવેલા 10 લાખ ડાન્સરોમાંથી પોતાના ડાન્સ ને સુંદર રીતે રજુ કરી સુપર ડાન્સરો માં પોતાનુ સ્થાન મેળવી લીધુ છે. જીલ્લા સહીત રાજય માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે.


આ પણ વાંચો :