"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" ની અભિનેત્રીએ છોડ્યો શો, 6 વર્ષ પહેલા આ સીરિયલે કર્યુ હતુ ડેબ્યુ

monica bhadoriya
મુંબઈ.| Last Modified શનિવાર, 23 નવેમ્બર 2019 (16:29 IST)
monica bhadoriya

પૉપુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અનેક વર્ષોથી દર્શકોને એંટરટેન કરી રહ્યો છે.
ટીઆરપી લીસ્ટમાં પણ આ સીરિયલ પોતાનુ સ્થાન બનાવી રાખે છે. પણ તાજેતરમાં
મેકર્સને એક ઝટકો લાગ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે બાવરીનુ પાત્ર ભજવનારી અભિનેત્રી મોનિકા ભદોરિયાએ શો છોડવાનો નિર્ણય કર્યો છે.
monica bhadoriya
સ્પૉટબોય ની રિપોર્ટ મુજબ મોનિકા ભદોરિયા પોતાના પે સ્કેલથી ખુશ નહોતી. તેણે મેકર્સને પગાર વધરવાની વાત કરી હતી. લાંબા સમયથી તેના પર વાતચીત થઈ રહી હતી પણ કોઈ સોલ્યુશન નીકળી રહ્યુ નહોતુ. તેથી તેમણે શો છોડી દીધો

મોનિકા આ સીરિયલમાં છેલ્લા છ વર્ષથી જોડાયેલી છે. તેણે આ શો દ્વારા ટીવી પર ડેબ્યુ પણ કર્યુ હતુ.
monica bhadoriya
ઉલ્લેખનીય છે કે પહેલા પણ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના અનેક સ્ટાર્સ અલવિદા કહી ચુક્યા છે. ટપ્પુનુ પાત્ર ભજવનારા ભવ્ય ગાંધી અને ઇધિ ભાનુશાળીએ શો છોડ્યો. બીજી બાજુ દયાનો રોલ ભજવનારી દિશા વકાની પણ લાંબા સમયથી સીરિયલમાંથી ગાયબ છે.


આ પણ વાંચો :