મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (13:07 IST)

પત્નીની મરજી વિરુદ્ધ જમાઈ રાજા એ પોસ્ટ કરી આ Photo..

ટીવી પર જમાઈ રાજા એ નામથી પૉપુલર થઈ ચુકેલ રવિ દુબેએ ઈસ્ટ્રાગ્રામ પર એક ફોટો શેયર કરી છે. તેમા તેઓ પત્ની સરગુન મેહતાને Kiss કરતા જોવા મળી રહ્યા છે. રવિએ ફોટો સાથે લખ્યુ છે કે હુ જાણુ છુ કે તુ નહોતી ઈચ્છતી કે હુ આને શેયર કરુ પણ આ પિક્ચર કરેક્ટલી આપણુ પાગલપણું બતાવે છે. .. પરત આવીશ ત્યારે વઢી  લે જે મને... રવિએ એ પણ જણાવ્યુ કે આ ફોટો સુયશ રાયે ક્લિક કરી છે.  
 
રવિ દુબે હાલ જમાઈ રાજામાં સિદ્ધાર્થ ખુરાનાનો રોલ કરી રહ્યા છે. તો બીજી બાજુ સરગુન મેહતા પંજાબી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ સરગુને ઈંસ્ટ્રાગ્રામ પર પોતાના લોંગ ડિસેટેંસ રિલેશનશિપ વિશે જણાવ્યુ હતુ.  તેમણે વીડિયો કૉલિંગની એક ફોટો શેયર કરતા લખ્યુ છે. આજકાલ આવી મુલાકાત થાય છે અમારી. 
 
2013માં થયા હતા  રવિ-સરગુનના લગ્ન 
 
રવિ અને સરગુને શો 12/24 કરોલ બાગ (2009-2010)માં સાથે કામ કર્યુ છે. અહીથી જ તેમના અફેયરની શરૂઆત થઈ અને વર્ષ 2013માં તેમણે લગ્ન કરી લીધા. 2011-12માં સરગુનને સીરિયલ ફુલવામાં લીડ રોલમાં ખૂબ પ્રશંસા મળી હતી. વાત રવિની કરીએ તો જમાઈ રાજા પહેલા સાસ બિના સસુરાલમાં તેમના રોલને ઓડિયંસે ખૂબ પસંદ કર્યો હતો.