ઝલક દિખલા જા 7 : કોણ બનશે વિજેતા ?

jhalak dikhla jaa
Last Updated: ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2014 (18:00 IST)
 
ઝલક દિખલા જા સીઝન 7 ના વિજેતાનુ નામ આ શનિવારે રાત્રે જાણ થઈ જશે. ફાઈનલમાં શક્તિ મોહન, આશિષ શર્મા, ટેકર અને મોલી રાય પહોંચ્યા છે. તેમાથી ત્રણ નોન ડાંસર છે જ્યારે કે શક્તિ પ્રશિક્ષણ પ્રાપ્ત નૃત્યાંગના છે.  એક સારી વાત એ છે કે આ ચારેય ફાઈનલમાં પહોંચવાની યોગ્યતા ધરાવે છે અને અંતિમ રાઉંડમાં પહોંચ્યા છે. 

પ્રથમ દાવેદાર - શક્તિ મોહન 

ઝલક દિખલા જા માં આ સીઝનના પ્રદર્શનને જોવામાં આવે તો શક્તિ મોહનનો દાવો સૌથી મજબૂત દેખાય રહ્યો છે. કોરિયોગ્રાફર તુષાર સાથે તેણે સારુ પરફોર્મંસ આપીને લોકોને દાંતો હેઠળ આંગળી દબાવવા મજબૂર કરી નાખ્યા. ડાંસનુ દરેક ફોર્મ તેમણે બતાવ્યુ. ફક્ત નૃત્યની કસોટી પર જોવા જઈએ તો તે જ ટ્રોફીની હકદાર છે. જો કે ટ્રોફી જીતવાની લલક તેને નથી. તે અનેકવાર કહી ચુકી છે કે ઝલક દિખલા જા માં ભાગ લઈને  જ તેનુ વિજેતા બનવાનુ સપનું પુર્ણ થઈ ગયુ છે.  ઝલક દિખલા જામાં મોટાભાગે નોન ડાંસર જ વિજેતા બને છે અને આ ઈતિહાસ શક્તિના દાવાને કમજોર કરે છે. 
 
 


આ પણ વાંચો :