કેબીસીમાં હવે 7 કરોડનું બંપર ઈનામ !!
આ વર્ષે શરૂ થઈ રહેલ રિયાલિટી ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'નો સાતમો ભાગમાં આપ સાત કરોડ રૂપિયાનું ઈનામ જીતી શકો છો. આ સાથે જ આ વખતે ચાર નહી પાંચ લાઈફ લાઈન મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ 6 સપ્ટેમ્બરના રોજ સોની મનોરંજન ચેનલ પર શરૂ થઈ રહેલ આ ટીવી શો માં ભાગ લેનાર હરીફો માટે અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ રાખવામાં આવી છે. કેબીસીના અગાઉના સંસ્કરણમાં એક કરોડ રૂપિયા જીતી ચુકેલ સ્પર્ધક માટે 5 કરોડ રૂપિયાના ઈનામવાળો એક જેકપોટ પ્રશ્ન રહેતો હતો, પરંતુ આ વખતે આ જેકપોટ પ્રશ્ન માટે 7 કરોડ રૂપિયાનો દાવ લગાવવામાં આવશ. એટલુ જ નહી આ વખતે કેબીસીમાં ભાગ લેનાર હરીફોને એક વધુ લાઈફલાઈનની સુવિદ્યા પણ આપવામાં આવશે, પરંતુ આ લાઈફ લાઈન શુ હશે તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. અગાઉ આ ટીવી શો ને મુંબઈના ગોરેગાવમાં ફિલ્મસિટીમાં શૂટ કરવામાં આવ્યુ હતુ,પરંતુ આ વખતે તેને અંધેરીના પશ્ચિમ ક્ષેત્રમા આવેલ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવશે. બિગ સિનર્જી મીડિયા લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક સિદ્ધાર્થ બાસુ સાથે સંપર્ક કરતા તેમણે કહ્યુ, 'હાલ આના પર કંઈક કહેવુ ઉતાવળ ગણાશે.. '