બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated : ગુરુવાર, 31 માર્ચ 2016 (17:33 IST)

વિદેશ નથી આ છે મહાકાલની નગરી Ujjain, Simhastha પહેલા આ રીતે ચમકી રહ્યું છે આ શહેર

ઉજ્જૈન મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 22 એપ્રિલથી શરૂ થઈ રહેલ  સિંહસ્થ મહાકુંભની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. 21 મે સુધી ચાલનારા  આ મેળામાં દેશ-વિદેશથી કરોડો શ્રદ્ધાળુ પહોંચવાની આશા છે. એમ પી ગર્વમેંટે આ  સિંહસ્થના કારણે ખાસ ઈંફ્રા પર ફોકસ કર્યો  છે. મહાકુંભ પહેલા ઉજ્જૈન શહેરની કેટલીક ફોટો સોશિયલ મીડિયા સામે આવી છે. જેમાં આખા શહેરની સૂરત બદલાતી જોવા મળી રહી છે. રસ્તાઓથી લઈને ક્ષિપ્રા નદીના ઘાટ સુધી શહેર ચમકતુ જોવા મળી રહ્યુ છે.  ઉજ્જૈનની આ બદલાયલી તસ્વીરોના  સોશલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે 
મહાકુંભની ખાસિયત પર એક નજર 
 
* ઉજ્જૈન સિંહસ્થ મહાકાલેશ્વર દેશના બાર જયોતિર્લિંગમાંથી  એક છે અને અહીં 12 વર્ષમાં કુંભનો મેળો આયોજિત થાય છે. 
 
* 2004ના મેળામાં આશરે ત્રણ કરોડ શ્રદ્ધાળુ અહીં પહોંચ્યા હતા. આ આંકડો આ વર્ષે સિંહસ્થમાં આશરે 5 કરોડ સુધી પહોંચવાની આશા છે. 
 
* મીડિયા રિપોર્ટર મુજબ એમપીના મિનિસ્ટર ભૂપેન્દ્ર સિંહએ સિંહસ્થ કુંભ પર આશરે 12 હજાર કરોડ રૂપિયા ફેબ્રુઆરી સુધી ખર્ચ થવાની વાત કરી હતી. 
 
* એમણે જણાવ્યું કે કુંભના સમાપન  સુધી આશરે 5000 કરોડ રૂપિયા ખર્ચ થવાનો  અંદાજો છે. 
* સિક્યુરિટી માટે  70 હજાર થી વધારે પોલીસ સિંહસ્થ કુંભના સમયે વ્યવસ્થા સંભાળશે . 
 
આ છે શાહી પર્વની તારીખો
 
-22 એપ્રિલ 2016 (શુક્રવારે ) - શાહી સ્નાન 
-3 મે 2016 (મંગળવારે ) સ્નાન પર્વ 
-6 મે 2016 (શુક્રવારે )- સ્નાન પર્વ 
-9 મે 2016 (સોમવાર )-શાહી સ્નાન 
-11 મે 2016 (બુધવાર )-શંકરાચાર્ય જયંતી 
-15 મે 2016(રવિવારે) વૃષભ સંક્રાતિ પર્વ 
-17 મે 2016 (મંગળવારે)મોહીની એકાદશી પર્વ
-19 મે 2016(ગુરૂવારે) પ્રદોષ વ્રત 
-20 મે 2016 (શુક્રવારે) નૃસિંહ જયંતી પર્વ 
-21 મે 2016 (શનિવારે)- શાહી સ્નાન 

અહીં થાય છે મહાકુંભ.... 















 
1. હરિદ્વારમાં  આ મેળા ત્યારે આયોજિત થાય છે જ્યાં સૂર્ય મેષ રાશિ અને ગુરૂ કુંભ રાશિમાં હોય છે. 
 
2. ઈલાહબાદ(પ્રયાગ) માં આ મેળા ત્યારે આયોજિત થાય છે જ્યારે સૂર્ય મકર રાશિમાં અને ગુરૂ વૃષ રાશિમાં હોય છે. 
 
3. નાસિકમાં ત્યારે આયોજિત થાય છે જ્યારે ગુરૂ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે. આ સિવાય જ્યારે અમાવસ્યા પર કર્ક રાશિમાં સૂર્ય અને ચન્દ્રમા પ્રવેશ કરે છે એ સમયે નાસિકમાં સિંહસ્થના આયોજન થાય છે. 
 
4. ઉજ્જૈનમાં મેષ રાશિમાં સૂર્ય અને સિંહ રાશિમાં ગુરૂના આવતા સિંહસ્થના આયોજન કરાય છે. ઉજ્જૈન અને નાસિકના મેળાના સમયે ગુરૂ સિંહ રાશિમાં હોય છે આથી આ મેળાને સિંહસ્થ કહેવાય છે . 

ઉજ્જૈન સિંહસ્થ 2016ની તૈયારિઓમાં ઘાટની તસ્વીરો 

ઉજ્જજૈના  હાઈવે રોડ 

ઉજ્જૈન ઘાટની પેટીંગ કરીને નવા કરાવી દીધા 

શિપ્રા નદી પાસેની દીવારો પર સુંદર ચિત્રકામ કર્યા છે. 

પાંચ કરોડ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા