ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2016 (17:00 IST)

સિંહસ્થ અને દાન - અન્ન દાનના મહત્વ

સિંહસ્થમાં અન્ન દાન નું ખૂબ મહત્વ છે. આ અવસરે પર થોડા દાન કરવાથી પણ વધારે ફળ મળે છે. ઉજ્જૈન અને સિંહસ્થમાં અન્નદાનની ખાસ મહિમા છે. અન્નથી જ શરીર ચાલે છે. અન્ન જ જીવનના આધાર છે. અન્ન પ્રાણ છે આથી એનું દાન પ્રાણદાનના સમાન છે. આ બધા દાનોમાં શ્રેષ્ઠ અને વધારે ફળ આપતું અણાય છે. આ ધર્મના સૌથે મહત્વપૂર્ણ અંગ છે. 
પુણ્ય માસમાં શુકલ પક્ષમાં સૂર્યોદયના સમયે ઉત્તમ તિથિ ,શુભવાર ,ઉત્તમ નક્ષત્ર અને યોગમા પત્ની સાથે પવિત્ર થઈને બ્રાહ્મણોને ભોજન માટે બોલાવું જોઈએ. ભોજન પર કર્મકાંડના જ્ઞાતા બ્રાહ્મણોને જ નિમંત્રિત કરવા જોઈએ. બ્રાહ્મણોની સંખ્યા કેટલી હોય , આ શ્રદ્ધાળુની સામર્થ્ય પર નિર્ભર કરે છે. અમ તો એક હજાર બ્રાહ્મણને ભોજન કરવાના વિધાન જણાવ્યા છે. ભોજનથી પહેલા બ્રાહમ્ણોને સ્વસ્તિવાચન કરવા જોઈએ. આ બ્રાહ્મણોમાં એક આચાર્યના વરણ કરવા જોઈએ. દસ કે આઠ બ્રાહ્મણોને ઋત્વિજ બનાવ જોઈએ. સોનાનું કળશ રાખી એના પર વિષ્ણુની સ્વર્ણ પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. એ પ્રતિમાના સોળ ઉપચારથી પૂજન કરવા જોઈએ. 

પૂજન પછી બ્રાહ્મણોને ભોજન કરાવા  જોઈએ. શ્રદ્ધાલુ ઈચ્છે તો સૌ બ્રાહ્મણોને દરરોજ ભોજન કરાવી શકો છો. આથી ઓછી કે વધારે સંખ્યામાં પણ ભોજન કરાવાના વિધાન છે. બ્રાહ્મણોને ભોજન કરાવતા પહેલા એમના ચરણ ધોવા જોઈએ. 
ગંધ અક્ષત ફૂલ દીપ ઘી વગેરે એને સમર્પિત કરવી જોઈએ. જે દિવસે એક હજાર બ્રાહ્મણોને ભોજન કરવાના સંકલ્પ પૂરો થઈ જાય એ દિવસે હવન કરાવા જોઈ. વિષ્ણુ મંત્રથી એક હજાર આહુતો આપવી જોઈએ. પછી 'કેશવાય નમ:' વગેરે મંત્રોથી બારહ આહુતિ આપવી જોઈએ. 
 
આ રીતે અન્નદાન પૂરો થતા આચાર્યને બછડા સાથે કાળી ગાય દાન આપવી જોઈએ. બીજા બ્રાહ્મનોને પણ બળદ કે ઘોડા આપવાના વિધાન છે. ભોજન પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ. 
આ દાનના સમંપન્ન થતા ભગવાનને વેણીમાધવથી આ પ્રાથના કરવી જોઈએ-માધવ તમે એના રૂપ છે . તમે અમારા અન્નદાનથી પ્રસન્ન છો . ભાત કે ચોખા પણ પવિત્ર કહેવાય છે. રાંધેલો ભોજન ઈન્દ્રના રાજ્યના જેવા છે. એમાં મરચા, ઈલાયચી ,ગોળ નાખી એને સ્વાદિષ્ટ બનાવ્યું છે. એને સાથે તાંબૂલ અને શ્રદ્ધા સાથે હું આપને ,દક્ષિણા સમર્પિત કરું છું. તમે એને સ્વીકાર કરો અને એના પુણ્ય ફળ આપો. 

શરણાગત વત્સલ તમારી પ્રસન્નતાથી મારું આ પુણ્ય કાર્ય સંપન્ન હોય્ આ ભોજન પછી વધેલી સામગ્રી ગરીબ ,નેત્રહીન અને જરૂરિયાતમાં વહેચી દેવી જોઈ. 
જે સ્માયે બ્રાહ્મણ ભોજન કરી રહ્યા હોય , એ સમયે યજમાનને હવન કરવું જોઈએ. બધા શાસ્ત્રોમાં જેટલા દાન અને વ્રત કહ્યા છે , એ કરતા આ અન્નદાન સૌથી શ્રેષ્ઠ છે. આ સંસારના મૂળ અન્ન છે. પ્રાણના મૂળ અન્ન છે. આ અન્ન અમૃત બનીને મુક્તિ આપે છે. સાત ધાતુએ અન્નથી જ પૈદા હોય છે. આ અન્ન જગતના ઉપકાર કરે છે . આથી અન્નના દાન કરવું જોઈએ. 
 
ઈંદ્ર દેવતા પણ અન્નની ઉપાસના કરે છે. વેદમાં  અન્નને બ્રહ્મા કહ્યું છે. સુખની કામનાથી ઋષિયોએ પહેલા ન્નના જ દાન કર્યા હતા. આ દાનથી એને પારલૈકિક સુખ  મલ્યા એને વિષ્ણુપદ મળ્યું. 

તલ અને ખિચડી દાનનું મોટું મહ્ત્વ છે.