હેપી પ્રોમિસ ડે : વાદા કર લે સાજના.....

Valentine Day
Valentine Day Special
Last Modified સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (18:07 IST)

હેપી પ્રોમિસ ડે.. વેલેન્ટાઈન વીકનો પાંચમો દિવસ પ્રેમના વચન મતલબ પ્રોમિસ ડે. આ દિવસે પ્રેમ કરનારા એકબીજાને પ્રેમ નિભવવા.. પોતાની ખોટી આદતોને છોડવા કે પ્રેમ માટે કશુ કરવાનું વચન આપે છે. જેથી સમય વિતાવવાની સાથે સાથે તેમનો પ્રેમ વધુ પ્રગાઢ થતો જાય અને તેનો સબંધ એક અતૂટ સંબંધમાં બદલાય જાય.


પ્રેમ માટે આમ તો કોઈ વિશેષ દિવસ નથી હોતો. આ તો એ ભાવનાઓ છે જે ક્યારેય પણ હ્રદયમા ઉમટી શકે છે, પણ માનવામાં આવે છે કે ફેબ્રુઆરીનો મહિનો પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ એ જ મહિનો છે જેમા તે પોતાની કોઈ ખાસ મિત્રને મૈત્રીથી આગળ વધીને તેને પોતાના પ્રેમનો એકરાર કરે છે. હવે આ પ્રેમનો એકરાર ભલે ગુલાબના ફૂલ આપીને કરો કે પછી પ્રોમિસ ડે પર તેને ખાસ વચન આપી કરો.


આમ તો આ દિવસની રમતમાં કોઈ બંધાયુ નથી પણ યુવાઓમાં વેલેન્ટાઈન વીકનો ખાસ ક્રેઝ હોય છે. વેલેન્ટાઈન ડે ના પહેલા અને પછી સુધી કોઈને કોઈ રૂપમાં યુવાઓ તેને મનાવે છે. ટેડી ડે અને ચોકલેટ ડે પછી આવે છે પ્રોમિસ ડે.


ઘણા યુવાનો આ દિવસે પોતાના દિલભરને કોઈ વચન આપીને પ્રેમની શરૂઆત કરે છે. એવુ નથી કે આ વીક પ્રેમીઓ માટે જ બન્યુ છે. મિત્રોમાં પરસ્પર પણ આ વીકને લઈને ખૂબ ઉત્સાહ રહે છે. યુવા પોતાના મિત્રો માટે પણ ભેટ વગેરે ખરીદીને પોતાની મૈત્રી પાકી કરે છે અને પ્રોમિસ ડે પર તેમને કોઈ એવુ વચન આપે છે જે તેઓ હંમેશા નિભાવી શકે.


આ પણ વાંચો :