શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By

રોઝ ડે - ગુલાબ દ્વારા સંબંધોમાં તાજગી લાવો

દરેક પ્રકારના સંબંધોમાં મદદગાર છે ગુલાબ

7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો.

મોટાભાગે જ્યારે પણ પ્રેમની વાત આવે છે તો ગુલાબનો ઉલ્લેખ જરૂર થય છે. ગુલાબ વગર પ્રેમનો એકરાર શક્ય નથી. આજની જીંદગી ખૂબ જ ફાસ્ટ છે. પણ છતા પ્રેમ અને પ્રેમની પરિભાષાને સમય નથી બદલી શક્યો. તેથી પ્રેમનો એકરાર લોકો આજે પણ ગુલાબથી જ કરે છે.

બની શકે કે તે તમારી પુત્રી હોય,  મિત્ર હોય,  ટીચર હોય,  પપ્પા હોય,  મમ્મી કે પછી તમારા દાદા-દાદી. લોકોને ભ્રમ છે કે આ દિવસ પશ્ચિમની દિવસ છે અને તેને ફક્ત યુવા લોકો જ મનાવી શકે છે. પણ એવુ નથી, પણ આ દિવસ તો પ્રેમ, મૈત્રી,  વિશ્વાસને બતાવવાનો દિવસ છે અને ત્રણેય વાતો કોઈપણ સંબંધ માટે જરૂરી હોય છે.

હવે એ ભલે મૈત્રીનો સંબંધ હોય કે પ્રેમનો. કે પછી મમતાનો. બસ તમે થોડો ગુલાબના રંગોની પસંદગી કરવી પડશે. તમારા સંબંધોના હિસાબથી. તો ચાલો તમારી આ મુશ્કેલી અમે દૂર કરી દઈએ છીએ. અમે તમને બતાવીશુ કે કોને કયા રંગનુ ગુલાબ આપશો.

જો તમારો કોઈ મિત્ર તમારાથી ઘણા દિવસથી નારાજ છે અને એક લાંબા સમયથી તમે તેની સાથે વાત નથી કરી તો આજથી સારો કોઈ દિવસ નહી હોય તેને મનાવવાનો. તમે તેની પાસે સફેદ ગુલાબ લઈને જાવ અને સ્માઈલ કરો પણ દિલથી સોરી બોલો, પછી જો જો તે બધુ ભૂલીને તમારા ગળે ભેટી પડે છે કે નહી.

જો તમે કોઈની જોડે મૈત્રી કરવા માંગતા હોય તો તમે એ વ્યક્તિની પાસે 'યલો ગુલાબ' લઈને જાવ. પછી જો જો તમારી મૈત્રી કબૂલ કર્યા વગર તેનુ મન પણ નહી માને. ભલે પછી એ મિત્ર મેલ હોય કે ફિમેલ તેને તમે તમારી મિત્રતા ફૂલો દ્વારા બતાવી શકો છો.

હવે વારો છે એકરારે-એ-દિલનો. તો તમને બતાવી દઈએ કે જો તમારુ દિલ કોઈને પસંદ કરે છે પણ હજુ સુધી તમે તેને દિલની વાત નથી કરી તો આજનો દિવસ તમારા દિલની વાત કહેવા માટે એકદમ બેસ્ટ છે. તમે પિંક કલરનુ ગુલાબ તમારા પ્રેમી કે પ્રેમીકા પાસે લઈ જાવ.. પછી જો જો તમારે કશુ જ બોલવાની જરૂર નહી પડે.

જો તમે તમારા ગાઢ પ્રેમને કોઈની સામે બતાવવા માંગો છો તો નાનકડું લાલ ગુલાબ હોવુ જોઈએ. હવે એક લાલ ગુલાબ લઈને બસ તમારા લવિંગ પર્સન પાસે પહોંચી જાવ પછી જુઓ એ વ્યક્તિ તમરા પ્રેમના બદલામાં તમને કેટલો પ્રેમ આપે છે.

લાલ ગુલાબ ફક્ત હસબંડ વાઈફ કે પછી લવર્સ જ નથી આપતા પણ એક પાંચ વર્ષની પુત્રી પણ પોતાના પિતાને રેડ રોઝ આપી શકે છે કે પછી એક 20 વર્ષનો પુત્ર પણ પોતાની 50 વર્ષની મમ્મીને આપી શકે છે.

તો પછી મિત્રો મોડુ ના કરશો.. એક સુંદર ગુલાબ લઈને પહોંચી જાવ તમારા વ્હાલાઓ પાસે. પછી જો જો આજનો દિવસ તમારા સુંદર દિવસ તરીકે યાદગાર બની જશે.