રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:44 IST)

Valentine's day - વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ

Valentine's day - વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ

મધ્યયુગ સુધી લોકોને એ વિશ્વાસ હતો કે વેલેંટાઈન દિવસની સવારે સૌ પ્રથમ જે કોઈ વિપરિત સેક્સવાળા અવિવાહિત વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે એ જ તમારો સાચો જીવનસાથી બનશે. 
 
- એલેક્જેંડર ગ્રાહમ બેલે 1876માં વેલેંટાઈન દિવસ પર જ ટેલીફોન પર પોતાના પેટેંટ માટે આવેદન રજૂ કર્યુ હતુ. 
 
- કામદેવ પણ વેલેંટાઈન દિવસનુ એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેંટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ સાથે જોવા મળે છે. કારણ કે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરાવવા માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્વાસ રાખતા હતા. 
 
- વિક્ટોરિયન કાળમાં વેલેંટાઈન દિવસના કાર્ડ પર હસ્તાક્ષર કરવા દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવતુ હતુ. 
 
- સન 1537 સુધી સેંટ વેલેંટાઈન દિવસ પર સરકારી રજા જાહેર નહોતી કરવામાં આવી. ઈગ્લેંડના રાજા હેનરી આઠમાં એ ફેબ્રુઆરી 1537માં પહેલીવાર 14 ફેબ્રુઆરીએ રજાની જાહેરાત કરી.