શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

ધન આકર્ષિત કરે છે રંગબેરંગી માછલીઓ

N.D
ફિશ એકવેરિયમમાં સુંદર રંગીન માછલીઓની જો કિમંત પૂછવામાં આવે તો દરેક એ જ કહેશે કે આ માછલીઓ બસો રૂપિયા સુધી જ હશે, પરંતુ તમે જાણીને નવાઈ પામશો કે આ માછલીઓની કિમંત 25 હજાર રૂપિયા સુધી છે જે પહેલા મહાનગરોમાં પરંતુ હવે શહેરોમાં જ મળી રહી છે.

માછલીઓની નીલામી થાય છે.

સુંદરતામાં બેજોડ દેખાતી આ મોંધી માછલીઓને ખરીદવા અને તેને પાળવાના શોખીન લોકો પણ શહેરમાં છે, જે માછલીઓનો વેપાર કરનારાઓને મોંધી માછલીઓને લાવવા પહેલાથી ઓર્ડર આપવા ઉપરાંત આવી માછલીઓ આવતા જ તેમને ખરીદવા માટે એકબીજાથી ચઢતી બોલી લગાવે છે.

આપણી ઉપરથી મુસીબતો લઈ લે છે

માછલીઓના સંબંધમાં પ્રચલિત એ છે કે તેમણે રમતી જોવાથી એકબાજુ માનસિક શાંતિ મળે છે, બીજી બાજુ ફેંગશુઈ શાસ્ત્ર મુજબ માછલી ધનને આકર્ષિત કરે છે અને કોઈપણ વિપદાને પોતાની ઉપર લઈ લે છે. આમ તો શહેરોમાં રંગીન માછલીઓના વેચાણની ઘણી દુકાનો છે, જ્યા હોલસેલના રેટ પર વેપાર થાય છે. એકવેરિયમમાં 10 થી લઈને 28 હજાર સુધીની માછલીઓ વેચાય છે.

બેંકાક અને સિંગાપુરની માછલીઓ

એક્વેરિયમમાં ઉછળતી કૂદતી સુંદર સુંદર માછલીઓ ચેન્નઈ, કલકત્તા, બેંકોક, સિંગાપુર અને ચીનથી મંગાવવામાં આવે છે. એક્વેરિયમ સંચાલક બતાવે છે કે શહેરમાં ઘણા પ્રકારની માછલીઓ વેચાય છે. સુંદર દેખાતી માછલી 11થી 20 હજાર રૂપિયા સુધીની એક માછલી મહિનામાં બે-ચાર વાર વેચાય જ જાય છે. જે માછલીઓના ભાવ હજારોમાં હોય છે તેમને માટે પહેલાથી જ ઓર્ડર લેઆમાં આવે છે.

હજારોનુ એક્વેરિયમ હાઉસ

જે રીત બધાનુ ઘર હોય છે એ જ રીતે નાનકડી, સુંદર માછલીઓનુ પણ એક્વેરિયમ હોય છે, જે એક હજારના રોકાણથી લઈને લાખો સુધીમાં બનાવવામાં આવે છે. જેમા એયરમશીન, ફિલ્ટર અને હીટર લગાવવામાં આવે છે. જેના માધ્યમથી આ માછલીઓ વધુ સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે.

N.D
વાસ્તુશાસ્ત્ર મુજબ એક્વેરિયમ

આને વાસ્તુશાસ્ત્ર મુજબ તૈયાર કરવામાં આવે છે. એયરમશીન, ફિલ્ટર અને હીટરના લોકેશંસ પણ એકવેરિયમમાં દિશા મુજબ લગાવવામાં આવે છે.

દરેક માછલીની પોતાની જુદી ઓળખ અને સુંદરતા અને ખાસિયત પણ હોય છે. અને તેની કિમંત પણ જુદી જુદી હોય છે.

ગોલ્ડન એરવાન - લગભગ 28 હજાર રૂપિયા
ઈમ્પોર્ટેડ પ્લોવર હોર્ન - 5 હજારથી 11 હજાર
ઈંડિયન ફ્લોયર હોર્ન - 300 થી 1500
ડિસ્કન - 600 થી 2500 રૂપિયા
ચિકલેશ ફિશ - 20 રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા
ઈમ્પોર્ટેડ ગોલ્ડ ફિશ - 25 રૂપિયાથી 600 રૂપિયા
એંજિલ્સ ફિશ - 20 રૂપિયાથી 350 રૂપિયા
લિપસ્ટિક પેરેંટ - 1600 થી 2500 રૂપિયા
બ્લૂ ફ્લાવર - 20 હજાર રૂપિયા.