રવિવાર, 17 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

સમૃદ્ધિ વધારવા શુભ મુહૂર્ત

N.D

હિંદુ સમાજની અંદર કોઈ પણ શુભ કાર્ય પહેલાં મુહૂર્ત જોવામાં આવે છે. આવું કરવાથી મનને થોડીક રાહત મળે છે. આપણે ભલે ને કોઈ મોટો બંગલો બનાવતાં હોઈએ કે પછી દુકાન હોય કે ઓફીસનું ઉદઘાટન કરતાં હોઈએ પરંતુ મુહૂર્ત અવશ્ય જોઈએ છીએ.

શુભ તિથિ, વાર, મહીનો તેમજ નક્ષત્રોમાં કોઈ ઈમારત બનાવવાની શરૂઆત કરવાથી કોઈ પણ પરિવારને ફક્ત આર્થિક, સામાજીક, માનસિક તેમજ શારીરિક ફાયદો નથી મળતો પરંતુ તેની સાથે સાથે ઘરના સભ્યોમાં સુખ-શાંતિ પણ વધે છે.

અહીંયા શુભ વાર, શુભ મહિનો, શુભ તિથિ, શુભ નક્ષત્ર વગેરે બાબતોને મકાનનું નિર્માણ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. જેથી કરીને કોઈ પણ નિર્વિધ્ન વિના કોઈ પણ કાર્ય સંપન્ન થઈ શકે.

શુભ વાર : સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર તેમજ શનિવાર સૌથી વધારે શુભ દિવસ માનવામાં આવે છે. મંગળવાર તેમજ રવિવારે ક્યારેય પણ ભુમિપૂજન, ગૃહપ્રવેશ, ગૃહ નિર્માણ તેમજ શિલાન્યાસ ન કરવો.

શુભ મહિનો : દેશી કે ભારતીય પદ્ધતિ અનુસાર ફાગણ, વૈશાખ તેમજ શ્રાવણ મહિનો ગૃહ નિર્માણ માટે તેમજ ભૂમિપૂજન, શિલાન્યાસ માટે સર્વશ્રેષ્ઠ મહિનાઓ છે, જ્યારે કે માગશર, જેઠ, ભાદરવો મધ્યમ શ્રેણીના છે. તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ચૈત્ર, અષાઢ, આશ્ચિન તેમજ કારતક મહિનામાં ક્યારેય પણ ગૃહપ્રવેશ ન કરશો. આ મહિનાઓમાં ગૃહ નિર્માણ પ્રારંભ કરવાથી ધન, પશુ તેમજ પરિવારના સભ્યોની ઉંમર પર અસર પડે છે.

શુભ તિથિ: ગૃહ નિર્માણ માટે સૌથી વધારે શુભ તિથિઓ આ છે : બીજ, ત્રીજ, પાંચમ, છઠ્ઠ, સાતમ, દશમ, અગીયારસ, બારસ તેમજ તેરસ આ તિથિઓ સૌથી વધારે શુભ છે જ્યારે કે આઠમ મધ્યમ છે.

આ ઉપરાંત ચોથ, નોમ તેમજ ચૌદસ કે ચતુર્દશી આ બધી જ તિથિઓ ખાલીપણું સુચવે છે. તેથી આ તિથિઓમાં ઘર પ્રવેશ કરવો નહિ.

શુભ નક્ષત્ર : કોઈ પણ શુભ મહિનાના રોહીણી, પુષ્ય, આશ્લેષા, મઘા, ઉત્તરા ફાલ્ગુની, અષાઢા ફાલ્ગુની, ઉત્તરા ભાદ્રપદા, સ્વાતિ, હસ્તચિત્રા, રેવતી, શતભિષા, ઘનિષ્ઠા સૌથી વધારે ઉત્તમ તેમજ પવિત્ર નક્ષત્ર છે. ગૃહ નિર્માણ કે કોઈ પણ શુભ કાર્ય આ નક્ષત્રમાં કરવાથી શુભ થાય છે. બાકી બધા જ નક્ષત્રો સામાન્ય શ્રેણીના નક્ષત્રમાં આવે છે.

સપ્ત આકારનો વિસ્મયકારી યોગ : શાસ્ત્રાનુસાર (સ) અથવા (શ) વર્ણથી શરૂ થતો સાત શુભ લક્ષણોમાં ગૃહારંભ નિર્મિત કરવાથી ધન-ધાન્ય તેમજ અપૂર્વ સુખ-વૈભવની વૃદ્ધિ થાય છે તેમજ પારિવારીક સભ્યોનો બૌદ્ધિક, માનસિક તેમજ સામાજીક વિકાસ થાય છે. સપ્ત આકારનો આ યોગ છે- સ્વાતિ નક્ષત્ર, શનિવાર, શુક્લ પક્ષ, સપ્તમી તિથિ, શુભ યોગ, સિંહ લગ્ન તેમજ શ્રાવણ મહિનો. તેથી ગૃહ નિર્માણનાં કોઈ પણ કાર્યમાં શુભારંભમાં મુહુર્ત પર વિચાર કરીને તેની પર કાર્ય કરવું ખુબ જ જરૂરી છે.