આ રીતે કોઈ પણ તોડફોડ કર્યા વિના તળીયામાં ઉંડાઈ આવી જાય છે અને તે લાભપ્રદ રહે છે. ઈશાન ખુણામાં પૂજાસ્થળની નીચે પત્થરનું સ્લેબ ન લગાવશો નહિતર વધારે પડતાં દેવામાં ડુબી જશો. ઉત્તર-પુર્વ ભાગમાં દિવો પ્રગટાવવો ઘાતક સાબિત થઈ શકે છે. આ ખુણામાં હવન કરવાથી વ્યાપારમાં ખોટ જાય છે, તેમજ આવુ કરવું દેવુ અને મુશ્કેલીઓને નોતરે છે કેમકે આ દિશા પાણીની છે. પૂજારૂમના અગ્નિખુણામાં પૂજા કરો. ઉત્તર-પુર્વમાં લાકડાનું મંદિર મુકો જેની નીચે ગોળ પહીયા હોય. લાકડીના મંદિરને દિવાલ સાથે અડકાવીને ન રાખશો. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પત્થરની મૂર્તિ ન રાખશો, વજન વધશે. ઘરમાં તુટેલા વાસણ અને તુટેલો ખાટલો ન રાખવો અને તુટેલા-ફૂટેલા વાસણોમાં જમવાનું પણ બનાવવું નહિ. આનાથી દરિદ્રતા વધે છે. ઘરના દ્વાર પર જે ઉત્તર દિશા તરફ હોય ત્યાં અષ્ટખુણાવાળો અરીસો લગાડો. ઘરમાં આવતી જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓથી બચી શકાય છે.