આસ્થા અને વાસ્તુ-1
W.D
ખરેખર આવા યંત્રો અને પ્રતિકોનો પ્રયોગ લાભદાયી રહે છે, તેનાથી માણસની સકારાત્મક વિચારસરણી વિકસીત થાય છે. તે પોતાના ભવિષ્યને પ્રતિ વધારે આશાવાન થાય છે. આવા પ્રતિકોનો પ્રયોગ કરનાર વ્યક્તિ નિરાશાથી મુક્તિ મેળવે છે અને તેનામાં આત્મવિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે.
પાછલાં 7-8 વર્ષોથી આપણા દેશની અંદર પણ આવા પ્રતિકોનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે જેમાં શ્રીયંત્ર, સ્વસ્તિક યંત્ર, વાસ્તુદોષ નિવારક યંત્ર, સ્વસ્તિક પિરામીડ, સિદ્ધ ગણપતિ, પંચમુખી હનુમાન વગેરે પ્રમુખ પ્રતિકના રૂપે પ્રયોગમાં લેવામાં આવે છે. આ ભારતીય પ્રતિકોની સાથે સાથે ચીનથી આવેલ અમુક પ્રતિકો જેવા કે લાફિંગ બુદ્ધા, ડબલ હેપીનેસ સિમ્બોલ, ફુક-લુક-શુ, ત્રણ પગવાળો દેડકો, લકી કોઈન વગેરેનું ચલણ વધી રહ્યું છે. આ પ્રતિક સિદ્ધ કર્યા હોય કે ન કર્યા હોય પરંતુ વાસ્તુદોષ નિવારણમાં આ કોઈ ખાસ ઉપયોગી નથી હોતા.