રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

ઘરમાં દિશાનુસાર રંગ ભરો

N.D

રંગ આપણા જીવનની અંદર જીવંતતાનું પ્રતિક છે. જુદા જુદા રંગો દ્વારા પ્રેમ આપણી અલગ-અલગ મનોભાવનાઓને અભિવ્યક્ત કરે છે. માણસના જીવન પર તેના મકાનની ઉર્જાનો ખુબ જ ઉંડો પ્રભાવ પડે છે. અને આ ઉર્જાને સંતુલિત કરવા માટેનું વિજ્ઞાન છે વાસ્તુશાસ્ત્ર.

કોઈ પણ મકાનની અંદર ગૃહસ્વામીનો બેડરૂમ તેમજ કારખાનું, કાર્યાલયમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારની અંદર જે પણ રૂમ હોય ત્યાંની દિવાલો અને ફર્નીચરનો કલર આછો ગુલાબી તેમજ લીંબુ જેવો પીળો હોવો જોઈએ.

ગુલાબી રંગને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ અંદરો અંદરની સમજણ, પ્રેમ અને સૌહાર્દમાં વૃદ્ધિ કરે છે. આ રંગના વિસ્તારમાં રહેનારા વ્યક્તિની મનોભાવના પર ઉંડી અસર પડે છે. આ ભાગમાં ડાર્ક લાલ તેમજ ડાર્ક લીલા કલરનો પ્રયોગ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની મનોવૃત્તિ પર પ્રતિકૂળ અસર પડે છે.

આ જ રીતે ઉત્તર-પશ્ચિમ તરફના ઘરમાં હલ્કાં સ્લેટ કલરનો પ્રયોગ કરવો વધારે યોગ્ય રહેશે. વાસ્તુશાસ્ત્રને અનુસાર આ ભાગ ઘરમાં અવિવાહીત કન્યાઓ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ પણ કાર્યાલયના ઉત્તર-પશ્ચિમ ભાગમાં પણ સ્લેટ કલરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઘરના દક્ષિણ ભાગમાં નારંગી રંગનો પ્રયોગ કરવો તે યોગ્ય માનવામાં આવે છે. આ રંગના ઉપયોગથી મનમાં સ્ફુર્તિ તેમજ ઉત્સાહનો સંચાર થાય છે. તેનાથી એકદમ ઉલટુ જો આ ભાગની અંદર એકદમ હલ્કા રંગનો પ્રયોગ કરવામાં આવે છે તો સુસ્તી તેમજ આળસમાં વધારો થાય છે. ઘરની અંદર પૂર્વ તરફ બનેલા રૂમની અંદર સફેદ રંગ વધારે સારો રહે છે. સફેદ રંગ સાદગી તેમજ શાંતિનું પ્રતિક છે.

આ જગ્યાએ વધારે પડતાં ભડકીલા રંગનો પ્રયોગ ન કરશો. તેનાથી મન ચંચળ બને છે. ઘરમાં પશ્ચિમ દિશાના રૂમમાં વાદળી રંગનો પ્રયોગ કરવો જોઈએ. આવું કરવાથી ત્યાં રહેનારા લોકો આજ્ઞાકારી અને આદર આપનાર બનશે અને તેમના મનની અંદર સારી ભાવના પ્રગટ થશે.

વાદળી રંગ આકાશની વિશાળતા, ત્યાગ અને અનંતતાનું પ્રતીક છે. ત્યાં રહેનારાઓનાં મનમાં સંકુચિતતા અને ઉણપ ઉત્પન્ન નથી થતી. વાસ્તુના ઉત્તર-પૂર્વ ભાગને લીલા તેમજ વાદળી રંગના મિશ્રણથી રંગાવો સારો રહે છે, કેમકે આ સ્થાન જળતત્વનું માનવામાં આવે છે. એટલા માટે આ જગ્યાએ ચટક રંગોનો પ્રયોગ ન કરવો. ઘરની અંદર દક્ષિણ-પશ્ચિમ ખુણાને અગ્નિ તત્વનો માનવામાં આવે છે. આ સ્થળની સાજ-સજ્જામાં પીળા રંગનો પ્રયોગ કરવો વધારે યોગ્ય રહે છે.