શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

લિવિંગ રૂમની એસ્ટ્રો ટિપ્સ

N.D
વર્ષો અભ્યાસમાં લગાવ્યા પછી જોબ મળે છે જેને માટે ઘણીવાર યુવાઓને ઘરથી બહાર રહેવુ પડે છે. એક રૂમમાં કે કોઈ રૂમને શેર કરીને પણ રહેવુ પડે છે. એજ એક રૂમને પૂરા ઘરનુ રૂપ આપવુ પડે છે. આવા સમયે વાસ્તુના રુલ્સ ફોલો કરીને તમે લિવિગ ને ફિટ એંડ ફાઈન કરી શકો છે.

સૌથી પહેલા રૂમને ચાર ભાગમાં વહેંચી લો, એટલેકે ચાર દિશાઓ મુજબ. હવે નોર્થ ઈસ્ટનો ખૂણો ખાલી છોડો અથવા ભગવાનનો ફોટો મુકો. દીવાલથી થોડે દૂર અથવા નોર્થની દિવાલથી અડીને પોતાનો સ્ટડી રૂમ મુકો. જો ભોજન વગેરેની વ્યવસ્થા રૂમમાં છે તો તે માટે સાઉથ ઈસ્ટનો ખૂણો યોગ્ય રહેશે. જો તમે ભોજન બહાર કરતા હોય તો આ જગ્યાએ ફ્રિજ ટીવી જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મુકો. શો પીસ વગેરે પણ મુકી શકો છો.

તમારો બેડ મુકવા માટે સાઉથ વેસ્ટ ડાયરેક્શન યૂઝ કરો. આ દિશાને હંમેશા ભારે સામાનથી ઘેરેલો રાખો. ખુરશી વગેરે પણ મુકી શકો છો. ફોન કમ્પયુટર મુકવા માટે નોર્થ વેસ્ટનો પ્રયોગ કરો. આ દિશામાં ઘડિયાળ, શોપીસ વગેરે પણ લગાવી શકો છો. આ એરિયાને સીટિંગ એરિયા બનાવી શકો છો, જ્યા બેસીને મિત્રો સાથે મોડા સુધી ગપ્પા મારી શકો છો.

રૂમના કલર શેડ્સનુ પણ ધ્યાન રાખો. જો શેડેડ કરલ રાખવા માંગતા હોય તો નોર્થની દિવાલ પર ભૂરી અથવા પિસ્તા કલરની રાખી શકો છો. બાકીની દિવાલ પર તેની સાથે મળતો લાઈટ કલર જ યૂઝ કરો. ગ્રે, બ્લેક અથવા પર્પલ રંગથી બચો.

N.D
નોર્થની વોલ પર સી-બીચ અથવા ઝરણા વગેરેના પોસ્ટર લગાવી શકો છો. રૂમમાં ફૂલ વગેરે રાખવા ઈચ્છો તો ઈસ્ટ, વેસ્ટ અથવા નોર્થમાં મુકો. ફાલતુ સામાનને જમા ન થવા દો. શો કેસ અથવા કબર્ડ વગેરે માટે પણ સાઉથ અથવા સાઉથ વેસ્ટનો પ્રયોગ કરો. બેકારના પોસ્ટર વગેરે ન લગાવો. ખાસ કરીને એવા ફોટા જે નેગેટિવ વાઈબ્રેશન આપતા હોય. દિવંગત વ્યક્તિની ફોટો માટે સાઉથની દિવાલ સારી છે.

આ રીતે નાનકડા રૂમને પણ થોડો એસ્ટ્રો ટચ આપીને ફ્યુચર માટે ફાયદો લઈ શકો છો.