ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુ અને તમારૂ ઘર- 2

N.D
પૃથ્વી તત્વ
પૃથ્વી સૌર મંડળના નવ ગ્રહોમાંની એક છે. સુર્યના અંશમાંથી તુટીને લાખો વર્ષ પહેલાં આનો પ્રાદુર્ભાવ થયો હતો. કહેવાય છે કે અન્ય ગ્રહોની ઉત્પત્તિ પણ આ રીતે જ થઈ હતી. સુર્યમાંથી છુટા પડ્યા બાદ આ બધા જ તેની આસપાસ ચક્કર લગાવવા લાગ્યા અને ધીમે ધીમે સુર્યથી દૂર થઈ ગયાં. આ રીતે પૃથ્વી પણ સુર્યથી દૂર થઈ ગઈ અને ધીમે ધીમે ઠંડી થઈ ગઈ. પૃથ્વી પર લાંબા સમય બાદ રાસાયણિક ક્રિયાઓના ફળસ્વરૂપ પ્રાકૃતિક સ્થળો, પર્વતો, નદીઓ અને મેદાનોનું નિર્માણ થયું. પૃથ્વી સુર્યની આસપાસ ગોળ ગોળ ફરવાની સાથે સાથે પોતાની ધરી પર પણ 23 ડીગ્રીએ ફરે છે. અહીંયા પાણી, ગુરુત્વાકર્ષણ શક્તિ અને દક્ષિણોત્તર ધ્રુવીય તરંગો પૃથ્વીની બધીજ સજીવ અને નિર્જીવ વસ્તુઓને પ્રભાવિત કરે છે. પૃથ્વી જ જીવનદાયીણી છે અને પાલનહાર છે. પૃથ્વીની આ મમતામયી છબીને લીધે મકાનના નિર્માણનું કાર્ય તેની પર થાય છે. કેમકે જમીન વિના મકાનનું નિર્માણ શક્ય નથી. કહેવાનો અર્થ તે છે કે મકાનનું નિર્માણ કરતી વખતે જમીનના મહત્વને અણદેખુ ન કરી શકાય. તેથી તો ભારતીય પ્રાચીન ગ્રંથોમાં પૃથ્વીની મહત્તાને 'માતા' જેવા શબ્દોથી સંબોધિત કરવામાં આવે છે અને જમીન પર કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં પૂજા કરવાનું વિધાન રાખવામાં આવ્યું છે.