ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Modified: ગુરુવાર, 9 જુલાઈ 2015 (13:04 IST)

પતિ-પત્ની બેવફા કેમ થઈ જાય છે ?

લગ્નમાં બેવફાઈનુ શુ કારણ છે. તાજેતરમાં જ એક રિસર્ચ મુજબ 10 ટકા છુટાછેડા પાર્ટનરની બેવફાઈને કારણે થાય છે. પતિ-પત્ની આ કારણથી પોતાના રસ્તા જુદા જુદા કરી લે છે. આ સ્વાભાવિક છે પણ અનેક લોકોના સંબંધો એ માટે ખરાબ થઈ જાય છે  કારણ કે તેઓ એકબીજાને દગો આપે છે. આ ખૂબ ચોંકાવનારુ લાગ્યુ પણ હકીકત એ છેકે ઘણા અસંતુષ્ટ પાર્ટનર પોતાના મિત્રથી જુદા થતા પહેલા તેને દગો આપે છે. પુરૂષો દ્વારા દગો આપવો અને સ્ત્રીઓ દ્વારા દગો આપવો એ બંને જુદા જુદા પ્રકારના હોય છે. કેટલાક પુરૂષ તો આ સંબંધ ઉપરાંત બહાર મજા લેવા માટે જ પોતાની પત્ની સાથે દગો કરે છે. 
 
કેટલાક પુરૂષ જ્યા સુધી પરેશાનીમાં નથી પડતા ત્યા સુધી શરમ અનુભવતા નથી. જ્યા સુધી મહિલાઓનો સવાલ છે તો તે પોતાના સાથીને વિશેષ કરીને ત્યારે દગો આપે છે જ્યારે તે પોતાની જાતને સંબંધોમાં ભાવનાત્મક રૂપે એકલી અનુભવે છે. સ્ત્રી પુરૂષોમાં દગો આપવાની રીત અને આદત જુદી જુદી હોઈ શકે છે. પણ દગો દેવા પાછળનો ઉદ્દેશ્ય લગભગ એક જેવો જ હોય છે. અમે તમને કેટલાક કારણ બતાવી રહ્યા છે જેનાથી તમે જાણશો કે પતિ-પત્ની લગ્ન પછી એકબીજાને દગો કેમ આપે છે. 
 
લગ્નમાં બેવફાઈનું કારણ - જ્યારે કોઈ પાર્ટનર સંબંધોમાં બીજા પાર્ટનર દ્વારા નજરઅંદાજ કરવામાં આવવાનું અનુભવે છે તો તેના દ્વારા બેવફાઈ કરવાની તકો વધી જાય છે. આવુ થતા તે કોઈ બીજાની શોધ શરૂ કરી દે છે અને પછી તક મળતા જ દગો આપવો શરૂ કરી દે છે.  કાયદાકીય રીતે આ અયોગ્ય છે તેથી આ સંબંધોમાં બેવફાઈના બીજ રોપવાની તૈયારી શરૂ થાય છે.  
 
વધુની ઈચ્છા - લગ્નમાં બેવફાઈનુ બીજુ કારણ છે કંઈક વધુ મેળવવાની તમન્ના કરવી. જ્યારે કોઈ પાર્ટનરને સંબંધોમાં ખુશી અને આનંદ નથી મળતો તો નિ:સંદેશ ચૂપચાપ રીતે કંઈક વધુ મેળવવાની ઈચ્છા રાખે છે અને પછી સંબંધો તૂટી જાય છે. 
 
અસંતુષ્ટિની સીમા પાર થવી - ઘણા પતિ-પત્ની છે જે એકબીજાથી સંતુષ્ટ નથી. તાજેતરમાં કરવામાં આવેલ અભ્યાસ મુજબ 50 ટકા પાર્ટનર બેવફાઈને કારણે સંબંધો તોડી નાખે છે. આ રીતે અસંતુષ્ટિ પણ એક કારણ છે જેનાથી પાર્ટનર એક બીજાને દગો આપે છે.  
 
બોર થવુ કે જીવનમાં ઉદાસી છવાઈ જવી - જેટલુ સામાન્ય લાગે છે તેટલુ નથી. તેનાથી સંબંધો પણ તૂટી શકે છે. એક્સપર્ટ્સ મુજબ આ પણ બેવફાઈનું કારણ હોઈ શકે છે. કેટલાક લોકો જે લગ્નના થોડા વર્ષો પછી સંબંધોમાં થયેલ બોરિયતને સહન કરી લે છે પણ કેટલાક લોકો છે જે મનોરંજન માટે સંબંધો સિવાય બહાર ક્યાક મોઢું મારે છે. 
 
વિશેષ - માનવ પ્રકૃતિ મુજબ માનવીને જેટલુ વધુ મળે છે તેની ઈચ્છાઓ એટલી વધુ વધતી જાય છે.  પહેલા આપણને તહેવારોમાં જ વિશેષ પકવાનો ખાવા મળતા હતા પણ હવે હોટલોની સુવિદ્યા હોવાથી બધુ જ ગમે ત્યારે મળી જાય છે.  તેથી આપણને ઘરના સુરક્ષિત સ્વાદનું મહત્વ સમજાતુ નથી.  એ જ રીતે સંબંધોમાં સ્ત્રી હોય કે પુરૂષ તેને બહાર કોઈ બે શબ્દ મીઠા બોલે તો તે પોતાનુ લાગી જાય છે. પણ એ બહારનો વ્યક્તિ એટલા માટે તમારી સાથે મીઠુ બોલે છે કારણ કે તેને કે તમને તમારો એકબીજાનો અસલી સ્વભાવ ખબર નથી. જે આપણી સાથે ચોવીસ કલાક રહે છે તે જ આપણને સારી રીતે ઓળખી શકે છે.  પતિ-પત્નીએ ક્યારેય માત્ર ભૌતિક સુખ કે શારીરિક સુખ માટે સમાજ દ્વારા બનાવેલ આ પરંપરાને તોડવી ન જોઈએ. તેમા પણ જો તમારા બાળકો હોય તો ક્યારેય નહી... કારણ કે તમે તમારા સુખની શોધમાં તમારા બાળકોને અનેક રીતે દુ:ખી કરો છો.   કોઈ સમસ્યા એવી નથી જેનો ઉકેલ નથી હોતો. દરેક સમસ્યાને થોડુ ધણુ લેટ ગો કરીને કે થોડુક મંથન કરીને વિચારીએ તો જીવનમાં ક્યારેય તમે એવા કોઈ પગલા નહી લો જેને લઈને તમને ખુદને જ પછતાવો થાય.