મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (17:48 IST)

Marriage Tips - છોકરો હોય કે છોકરી લગ્ન જલ્દી થાય એ માટેના 9 ઉપાય

લગ્ન લાયક છોકરા-છોકરીઓના લગ્ન સમયસર થઈ જાય તો તેમના માતા-પિતા અને ખુદ તેમની ઘણી ચિંતાઓ સમાપ્ત થઈ જાય છે.  આમ તો કોઈના લગ્ન ક્યારે થશે આ સંબંધમાં કોઈ સ્પષ્ટ તિથિ બતાવી શકાતી નથી. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ ગ્રહ અવરોધને કારણે લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો નિમ્ન ઉપાય કરો. તરત જ તમારા ઘરે શરણાઈ વાગશે. 
 
- જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય તો રોજ બ્રહ્મમુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવો અને આ મંત્રનો જાપ કરો. મંત્ર ૐ સૂર્યાય: નમ: 
- કુંડળીમાં મંગળને કારણે લગ્નમાં વિલંબ થતા ચાંદીનો ચોરસ ટુકડો સદા તમારી પાસે રાખો. લગ્ન જલ્દી થશે. 
- સૂર્યનો અવરોધ હોય તો લગ્નના પ્રસ્તાવ માટે જતી વખતે થોડો ગોળ ખાઈને અને પાણી પીને જાવો.  સાથે જ યુવક કે યુવતીના માતાએ ગોળ ખાવો છોડી દેવો જોઈએ. 
- તાંબાનો એક ચોરસ ટુકડો જમીનમાં દબાવી દો. તેનાથી સૂર્યનો અવરોધ સમાપ્ત થઈ  જશે. લગ્ન જલ્દી થશે. 
- દર શનિવારે શિવજી પર કાળા તલ ચઢાવો. તેનાથી શનિનો અવરોધ સમાપ્ત થઈ જશે અને જલ્દી લગ્ન થશે. 
- શનિવારે વહેતા પાણીમાં નારિયળ વહાવો. તેનાથી રાહુનો અવરોધ દૂર થશે. 
- એક તરફથી સેકેલી આઠ ગળી રોટલીઓ બ્રાઉન કૂતરાને ખવડાવો. 
- શનિવારે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને દાન કરો. 
- કાળ ધોડાની નાળની વીટી સીધા હાથની મધ્યમા આંગળી(મીડલ ફિંગર)માં પહેરો. 
 
યુવતીના લગ્ન માટે પરેશાન છો આ ટોટકા કરો 
 
જો કોઈ કન્યાના લગ્ન યોગ્ય સમય પર ન થાય તો માતા પિતાને ચિંતા થવી સ્વભાવિક છે.  વર્તમાન સમયમાં આ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.  જો તમે ઈચ્છો છો કે તમારી છોકરીના લગ્ન જલ્દી કોઈ સારા ઘરમાં થાય તો નીચે લખેલ ટોટકા કરવાથી તમારી આ સમસ્યા દૂર થઈ જશે. 
 
- શુક્લ પક્ષના પ્રથમ ગુરૂવારે સાત કેળા, સાત સો ગ્રામ ગોળ અને એક નારિયળ લઈને કોઈ નદી કે સરોવર પર જાવ.  હવે કન્યાને વસ્ત્ર સહિત નદીના જળમાં સ્નાન કરાવીને તેની ઉપરથી જટાવાળુ નારિયળ ઉતારીને નદીમાં પ્રવાહિત કરી દો.  ત્યારબાદ થોડો ગોળ અને એક કેળુ ચંદ્રદેવના નામ પર અને એટલી જ સામગ્રી સૂર્યદેવના નમ પર નદી કિનારે મુકીને તેને પ્રણામ કરો. થોડા ગોળને પ્રસાદના રૂપમાં કન્યા ખુદ ખાય અને બાકી સામગ્રીને ગાયને ખવડાવી દો. આ ટોટકાથી કન્યાનુ લગ્ન જલ્દી જ થઈ જશે.