સોમવાર, 14 એપ્રિલ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. સાજ-શણગાર
Written By
Last Updated : બુધવાર, 9 એપ્રિલ 2025 (14:56 IST)

Gol Dhana Ceremony- ગોળ ધાણા વિધિ

gol dhana vidhi
Gol dhana and Chunddi vidhi- હિંદુ ધર્મમાં લગ્નથી પહેલા ઘણી વિધિઓ કરવામાં આવે છે. ગુજરાતી હિંદુ પરિવારો કન્યા અને વર પક્ષના પરિવાર દ્વારા વરને સૌથી ચાંંદલો માટલી વિધિ પછી એક વધુ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં કન્યાના માતા-પિતા દ્વારા વરને ગોળ ધાણા આપવામાં આવે છે. વરના પરિવાર કન્યાને ચુંદડી પહેરાવે છે. આ વિધિ પછી લગ્નની વિધિઓ શરૂ થઈ જાય છે.

ગોળ ધાણા વિધિ, ચુંદડી વિધિ 
ગુજરાતી હિંદુ પરિવારોમાં  ગોળ ધાણા અને ચુંદડી વિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓ કૌટુંબિક મંદિર અને નિવાસસ્થાનના સમારંભ યોજવામાં આવે છે.  

gol dhana
ગોળ ધાણા ગુજરાતી પરંપરાઓમાં આ લગ્ન પહેલાનો સમારંભ છે.જે સગાઈ સમાન છે. ગોળ-ધાણા વરરાજાના નિવાસસ્થાને વિતરિત કરવામાં આવે છે. 
 
કન્યાનો પરિવાર વરરાજાના નિવાસસ્થાને સૌથી પહેલા વરરાજાને શ્રીફળ અને મિઠાઈ ભેંટ આપે છે અને ત્યારબાદ પરિવારના બાકી લોકોને ભેટો અને મીઠાઈઓ સાથે આવે છે અને પછી યુગલ એકબીજાને રિંગ્સ પહેરાવે છે. રિંગ્સની આપ-લે કર્યા પછી દંપતી તેમના વડીલોના આશીર્વાદ લે છે.