મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (10:13 IST)

પૈસાની તંગીથી પરેશાન છો તો આ રહ્યા Feng Shuiના TIPS

ફેંગશુઈ એક એવી રીત છે જેમા એનર્જી દ્વારા ઘરમાં ઘન સંપત્તિને વધારી શકાય છે. ઘરમાં સ્ટ્રોંગ વેલ્થ એનર્જી માટે કેટલાક ફેંગશુઈ ટિપ્સ અને કેટલીક વસ્તુ છે જેને અજમાવીને ઘન ધાન્યને વધારી શકાય છે. ફેંગશુઈમાં ધન સંપત્તિને આકર્ષિત કરવા માટે ડ્રેગન, લાફિંગ બુદ્ધા અને મની પ્લાંટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અહી અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક ટિપ્સ જેને અજમાવીને તમે ધન-સંપત્તિને વધારી શકો છો. 
 
1. શરૂઆત કરીએ કિચનથી. ઉલ્લેખનીય છે કે કિચનમાં ફેંગશુઈ મુજબ ધન આકર્ષિત કરવાની સૌથી વધુ ક્ષમતા હોય છે. ફેંગશુઈમાં ધન મેળવવા માટે જરૂરી છે કે કિચનના ટેબલને સ્વચ્છ રાખવામાં આવે. આ માટે ફ્રિજમાં તાજી વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે. 
 
2. દરેક રૂમમાં ડબલ વસ્તુઓનો  ઉપયોગ કરો - ફેંગશુઈ મુજબ ઘરમાં કોઈપણ રૂમમાં સિંગલ વસ્તુઓ મુકવાથી બચો. કોશિશ કરો કે ઘરમાં ખુરશી, ફોટા જેવી બધી જ વસ્તુઓ ડબલ હોય. સિંગલ વસ્તુ એકલતા દર્શાવે છે જે રિલેશનશિપ માટે યોગ્ય માનવામાં આવતી નથી. 
3. ઘરમાં દરવાજાની આસપાસ પ્લાંટ મુકો. ફેંગશુઈમાં કહેવામાં આવ્યુ છે કે જો તમારુ મુખ્ય દ્વારા સ્વચ્છ રાખવામાં આવે તો ઘરમાં ધનમાં વૃદ્ધિ થાય છે. 
 
4. ફેંગશુઈમાં સીધી સીઢીયોને યોગ્ય નથી માનવામાં આવતુ. કહેવાય છે  કે સીઢીયો ધુમાવદાર હોવી જોઈએ.