ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : રવિવાર, 16 મે 2021 (14:47 IST)

તૌકતે વાવાઝોડું (સાઈક્લોન) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?

ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ આફતથી થનારી અસરોને ખાળી શકાય 
 
વાવાઝોડા પહેલા આટલું અવશ્ય કરશો 
¤ અફવાઓ  ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ 
¤ તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો 
¤ આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો 
¤તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો 
¤જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે 
¤ તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ 
¤ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો
 
વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો 
ઘરની અંદર : 
¤ વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો
¤ બારી-બારણાઓ બંધ રાખો 
¤ જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ 
¤ વાવાઝોડાની અંતિમ (Latest) માહિતી માટે સતત રેડીઓ કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો 
¤ ગરમ-ઉકાળેલું  અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો 
¤ વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો 
 
ઘરની બહાર : 
¤ તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહિ કે તેની નજીકમાં ઉભા રહેશો નહિ 
¤ તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો 
¤ સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો 
 
માછીમાર/સાગરખેડુઓ માટે : 
¤ રેડીયો સેટ વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર  અને હાથવગી રાખે 
¤ તમારી બોટ/વહાણ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો