એ તો સહુ જાણે છે કે સંબંધોમાં એકબીજાનો સાથ બહુ જરૂરી છે. પતિ-પત્નીના પરસ્પર સંબંધોમાં જ્યાં શારીરિક સંબંધ જરૂરી હોય છે ત્યાં જ માનસિક જોડાણ પણ અત્યંત આવશ્યક હોય છે. શારીરિક જોડાણની સાથેસાથે માનસિક જોડાણ સંબંધોને વધુ મજબૂત બનાવે છે. એક તકફ જ્યાં પતિ-પત્નીના સંબંધોમાં સેક્સનું બહુ મહત્વ છે ત્યાં સેક્સ સમસ્યાઓને પણ આનાથી અલગ રાખીને ન જોઇ શકાય.